કંકોડા ! આ છે દુનિયાની સૌથી તાકતવર શાકભાજી, વરસાદની સીઝનમાં માત્ર 90 દિવસ મળે છે
Kantola Benefits And Recipe : કંકોડા એક ઔષધીય શાકભાજી છે. જે વેલા પર ઉગે છે જેનું કદ એ 2થી 3 સેમી. હોય છે. જે લીલા રંગના હોય છે અને પાકે એટલે પીળા અને અંદરથી લાલ રંગના થઈ જાય છે. કંકાડને કારેલાની જેમ જ બહારથી છોલીને શાકભાજી બનાવાય છે. જે સ્વાદ માટે ઉત્તમ હોય છે પણ શરીરની તંદુરસ્તી માટે પણ આ શાકભાજી સૌથી ઉત્તમ છે.
ચોમાસું આવતાં જ બજારમાં તાજી લીલી શાકભાજી આવવાની શરૂઆત થી જાય છે. જેમાં કારેલા, કંકાડોથી લઈને પરવળ જેવા શાકભાજી એ ચોમાસામાં જોવા મળે છે. આ શાકભાજીએ કારેલાની પ્રજાતિની છે. જોકે એ કારેલા જેટલી કડવી હોતી નથી. આ એક ઔષધિય શાકભાજી છે. જેને ખાવાના અનેક લાભો છે. તો જાણો તમારા શરીરને આ શાકભાજી કયા કયા લાભો આપે છે.
પ્રોટીનથી ભરપૂર હોય છે આ શાકભાજી
આયુર્વેદમાં આ શાકભાજીને સૌથી તાકાતવર શાકભાજી ગણાવાયું છે. એક્સપર્ટ્સ કહે છે આ શાકભાજીમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. ભારતીય શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી તમામ શાકભાજીઓમાં સૌથી વધારે પ્રોટીન એ કંકોડામાં મળે છે. આ શાકભાજીમાં માંસથી પણ વધારે 50 ટકા પ્રોટીન હોય છે.
જાણી લો કયા કયા મળે છે પોષક
કંકોડામાં જોવા મળતા પોષક તત્વોમાં સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા હોય છે. કંકોડામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, ફાઇબર, ઘણા ખનિજો મળી આવે છે. આ ઉપરાંત આ શાકભાજીમાં એસ્કોર્બિક એસિડ, કેરોટીન, થાઇમીન, રિબોફ્લેવિન અને નિયાસિન જેવા આવશ્યક વિટામિન્સ ઓછી માત્રામાં હોય છે. આ બધા પોષક તત્વોની હાજરીને કારણે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
હાડકાં મજબૂત બનાવે છે
કંકોડા ખાવાથી હાડકા પણ મજબૂત રહે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને દુખાવામાં પણ રાહત આપે છે. જે લોકોને હાડકાને લગતી સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં કંકોડાનો સમાવેશ કરવો જોઈએ. આ શાક હાડકાંને સ્વસ્થ રાખે છે.
આંખોને પણ સ્વસ્થ રાખે છે
કંકોડામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે. તેનું સેવન આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે પણ આંખોમાં નબળાઈ અનુભવી રહ્યા છો, તો તમારા આહારમાં કંકોડાનો સમાવેશ કરો.
લીવરને પણ થાય છે ફાયદો
ચોમાસામાં ઘણી વખત લીવર સંબંધિત સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ લીવરને ડિટોક્સ કરે છે અને તેને સ્વસ્થ પણ રાખે છે. કંકોડાના સેવનથી લીવર સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર
જો તમે પણ વધતી ઉંમરના કારણે ત્વચા પરના નિશાનથી પરેશાન છો, તો તમારે તમારા આહારમાં કંકોડાનો સમાવેશ કરવો જ જોઈએ. કંકોડામાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન, આલ્ફા કેરોટીન, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા તત્વો જોવા મળે છે, જે વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે. ચોમાસામાં કંકોડા ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. જો કે, જો તમને કોઈ રોગ અથવા એલર્જીની સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.
Trending Photos