Guru Vakri 2024: 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલ્ટી ચાલ, વૃષભ સહિત 3 રાશિઓ પર બેશુમાર ધન વરસશે
Guru Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર આગામી મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં 9 તારીખે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી થશે. 9 ઓક્ટોબર 2024 થી 5 ફેબ્રુઆરી 2025 સુધી ગુરુ વક્રી અવસ્થામાં જ રહેશે.
9 ઓક્ટોબર 2024
ગુરુ ગ્રહ જ્ઞાન, સમૃદ્ધિ, ઐશ્વર્યનો કારક ગ્રહ છે. ગુરુ ગ્રહના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે તો કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. રાશિ ચક્રની આ ત્રણ રાશિ એવી છે જેમનો સુવર્ણ સમય 9 ઓક્ટોબર 2024 થી શરૂ થશે.
વૃષભ રાશિ
ગુરુ વૃષભ રાશિમાં જ વક્રી થવાના છે તેથી આ રાશિ માટે સમય લાભકારી હશે. ગુરુની વક્રી ચાલ નોકરી અને વેપારમાં ઇચ્છિત સફળતા અપાવશે. અચાનક અટકેલું ધન પરત મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વક્રી ગુરુ આ રાશિના લોકો માટે લાભકારી રહેશે. લગ્નજીવન શાનદાર રહેશે. આ સમય દરમિયાન શ્રેષ્ઠ પ્રોજેક્ટ મળી શકે છે. જીવનમાં સકારાત્મકતા વધશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. ધનની આવકમાં વધારો થશે.
ધન રાશિ
ધન રાશિ માટે પણ વક્રી ગુરુ અનુકૂળ છે. કોર્ટ કચેરીની બાબતમાં લાભ થશે. કોઈ ખુશખબરી મળી શકે છે. જીવનમાં સફળતા મળશે. સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન વાહન કે પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે. વેપારમાં સારો એવો નફો થશે. ભવિષ્ય માટે લાભકારી યોજનાઓ અમલમાં આવશે.
Trending Photos