લોકસભા ચૂંટણી 2019 મતદાન LIVE: જમ્મૂ કાશ્મીરમાં મતદાન કેન્દ્રો પર ભારે ભીડ, મતદારોએ કરી મોટી વાત...

જમ્મૂ કાશ્મીરના જમ્મૂ અને બારમૂલા લોકસભા ક્ષેત્રો માટે ગુરૂવારે લોકો આકરી સુરક્ષા વચ્ચે મતદાન કરી રહ્યા છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું અને સાંજે છ વાગ્યા સુધી સંપન્ન થશે.

અધિકારીઓએ કહ્યું, ''જમ્મૂ અને બારામૂલા લોકસભા મતદાન ક્ષેત્રોમાં આકરી સુરક્ષા વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ગયું છે.'' જમ્મૂના ગ્રામીણ વિસ્તારોમાં આર.એસ.પુરા, સુચેતગઢ, સાંબા અને નૌશેરામાં મતદાન કેંદ્વોની બહાર મતદારો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ગાંધીનગર, ચિન્ની, સતવારી જેવા ક્ષેત્રોમાં સવારે ઓછી સંખ્યામાં મતદારો નિકળ્યા. અધિકારીઓએ દિવસ ચઢવાની સાથે મતદારોની સંખ્યા વધવાની આશા છે. 

પૂંછમાં ખાલી દેખાયા વોટિંગ કેંદ્વ

1/4
image

જમ્મૂ કાશ્મીરમાં એક તરફ બાંદીપોરામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તો બીજી તરફ જિલ્લામાં સવારે 8 વાગ્યા સુધી મતદાન કેંદ્વ ખાલી જોવા મળ્યા. 

સંસદમાં અવાજ ઉઠાવનારને વોટ

2/4
image

બાંદીપોરામાં મતદાતા ગુલાબ મોહમંદે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં કહ્યું 'આ વખતે અમે કોઇ એવા વ્યક્તિને વોટ આપવા માંગીએ છીએ જે સંસદમાં અમારા વિશિષ્ટ મુદ્દાને ઉઠાવશે, અમે આ ક્ષેત્રમાં સામંજસ્ય ઇચ્છીએ છીએ.

પહેલા મતદાન પછી બીજું કામ

3/4
image

બારામૂલા લોકસભા સીટ માટે મતદાન કરવા માટે ઘણા બધા મતદારો આવ્યા ખાસકરીને સોપોર, બારામૂલ ઓલ્ડ ટાઉન, કુપવાડા અને બાંદીપોરા જેવા શહેરી કેંદ્વોમાં સવારના સમયે ઘણા મતદારો ઘરની બહાર નિકળ્યા. મતદાન કરવા માટે આવેલા લોકોએ કહ્યું કે આજે લોકતંત્રનો મહાપર્વ છે, એટલા માટે પહેલા મતદાન પછી બીજું કોઇ કામ. 

મતદાન કેન્દ્રો પર જોવા મળી ભીડ

4/4
image

બારામૂલાના ગુરેજ, કર્નાહ અને ઉરી જેવા સીમાવર્તી ક્ષેત્રોથી આવેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સારી એવી સંખ્યામાં મતદારો સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘરોમાંથી નિકળી રહ્યા છે.