IPL માં સ્ટાર બન્યા આ 5 બોલર, મયંકે પણ 155.8 KMPH ની ઝડપે બોલ ફેંકી મચાવ્યો આતંક

IPL 2024: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ફાસ્ટ બોલર મયંક યાદવની ચર્ચા ચોતરફ થઇ રહી છે. મયંક યાદવે શનિવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સની ઇનિંગની 12મી ઓવરમાં આ સીઝનનો સૌથી ફાસ્ટ બોલ 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. IPL 2024 માં સૌથી ફાસ્ટ ફેંકીને મયંક યાદવે ગુમનામીથી અચાનક અચાનક ચર્ચામાં આવી ગયા હતા. મયંક યાદવ ઉપરાંત બીજા 4 એવા બોલર છે. જે ગુમનામીની દિવાલ તોડીને ફેમસ થઇ ગયા. 

1. મયંક યાદવ

1/5
image

મયંક યાદવનો જન્મ દિલ્હીમાં થયો હતો પરંતુ તેનું કનેક્શન બિહારથી છે. મયંક યાદવ સુપૌલના મરોના બ્લોકના રાથો ગામનો છે. મયંક યાદવના પિતા પ્રભુ યાદવ દિલ્હીમાં દુરા ઈન્ડિયા ટોન પ્રાઈવેટ લિમિટેડ નામની સાયરન મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે. કોરોના દરમિયાન પ્રભુ યાદવનો બિઝનેસ ડૂબી ગયો હતો. મયંક યાદવને IPL 2022ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. મયંક યાદવ ઈજાના કારણે IPL 2023 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે મયંક યાદવે IPL 2024માં પંજાબ કિંગ્સ સામે પુનરાગમન કર્યું ત્યારે તેણે પોતાની સ્પીડથી તબાહી મચાવી હતી. આ મેચમાં મયંક યાદવે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

2. મોહસીન ખાન

2/5
image

લખનૌ સુપર જાયન્ટ્સનો ઘાતક અને ઊંચો ડાબોડી ફાસ્ટ બોલર મોહસીન ખાન IPL 2022માં સમાચારમાં હતો. મોહસીન ખાને IPL 2022ની 9 મેચમાં 14 વિકેટ લીધી હતી. આ ફાસ્ટ બોલરની બોલિંગમાં ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનની ઝલક જોઈ શકાય છે. સંત કબીરનગર જિલ્લાના શનિચરા પૂર્વના રહેવાસી મોહસીન ખાનને IPL 2022ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. મોહસીન ખાનને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, તેના પિતા મુલતાન ખાન યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરના પદ પરથી નિવૃત્ત છે.

3. મુકેશ કુમાર

3/5
image

મુકેશ કુમાર IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમે છે. મુકેશ કુમાર ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમે છે. તમને જણાવી દઈએ કે મુકેશ કુમાર બિહારના ગોપાલગંજના કાકરકુંડ ગામના રહેવાસી છે. મુકેશના પિતા કે જેઓ હવે આ દુનિયામાં નથી તેઓ કોલકાતામાં ઓટો ચલાવતા હતા. મુકેશ કુમારે પણ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) માં એંટ્રી માટે સખત મહેનત કરી હતી, પરંતુ તે ત્રણ વખત મેડિકલ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. આ પછી તે કોલકાતા પહોંચી ગયો અને ક્રિકેટ રમવા લાગ્યો.

4. ચેતન સાકરીયા

4/5
image

ચેતન સાકરિયા IPL 2024 સીઝનમાં કોઈપણ ટીમનો ભાગ નથી. ચેતન સાકરિયા IPLમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. આઈપીએલ 2021માં ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા ચર્ચામાં હતો. ચેતન સાકરિયાએ IPL 2021ની 14 મેચમાં 14 વિકેટ લીધી હતી. ચેતન સાકરિયાએ આ સિઝનમાં ધોનીની વિકેટ પણ લીધી હતી. ચેતન સાકરિયાનો જન્મ 28 ફેબ્રુઆરી 1998ના રોજ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. ચેતન સાકરિયા અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. ચેતન સાકરીયાના પિતા કાનજી સાકરીયા ટેમ્પો ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. 9 મે 2021 ના ​​રોજ સાકરિયાના પિતા કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા હતા.  

5. કુલદીપ સેન

5/5
image

ફાસ્ટ બોલર કુલદીપ સેન હાલમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. IPL 2022માં કુલદીપ સેને સનસનાટી મચાવી હતી જ્યારે તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં તેની શાનદાર ડેથ બોલિંગ વડે 15 રનનો બચાવ કર્યો હતો અને રાજસ્થાન રોયલ્સને 3 રનથી રોમાંચક જીત અપાવી હતી. માર્કસ સ્ટોઈનિસ જેવો વિસ્ફોટક બેટ્સમેન પણ કુલદીપ સેન સામે મેચ પૂરી કરી શક્યો ન હતો. IPLમાં કુલદીપ સેનની આ ડેબ્યૂ મેચ હતી. કુલદીપ સેનનો જન્મ 28 ઓક્ટોબર 1996ના રોજ રીવાના હરિહરપુર ગામમાં થયો હતો. કુલદીપ સેનના પિતા રામપાલ સેનની સિરમૌર ચોક પર સલૂનની ​​દુકાન છે. કુલદીપ સેને ટીમ ઈન્ડિયા માટે એક વનડે મેચ પણ રમી છે.