શું તમે એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છો? આ વાતો ધ્યાન રાખજો, થશે ફાયદો

નવી દિલ્લીઃ હાલના સમયમાં લોકો ઉચ્ચ એજ્યુક્શન માટે સારા કોલેજમાં એડમિશન લેવા ઈચ્છે છે. જો કે મોંઘી ફીના કારણે લોકો પોતાનો વિચાર બદલી નાખતા હોય છે. જો તમે હાયર એજ્યુકેશન લેવા માગતા હોવો તો તમે કોઈ બેંક પાસેથી એજ્યુકેશન લોન પણ લઈ શકો છો. આ લોન લેવા માટે એપ્લાય કરવાનું હોય છે, પરંતુ એજ્યુકેશન લોન લેવા માટે કેટલિક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે... 

એજ્યુકેશન લોન ફિક્સ કરો

1/6
image

હાયર એજ્યુકેશન માટે ફી અથવા લેપટોપ,હોસ્ટલ અને બુક્સ જેવી વસ્તુઓ પર રૂપિયા ખર્ચ થતો હોય છે. તેના માટે એટલી લોન મળવી જરૂરી છે, જેથી તમામ ખર્ચ કવર થઈ શકે... સામાન્ય રીતે અભ્યાસ કરવા માટે વધુમાં વધુ 10 લાખ અને વિદેશમાં અભ્યાસ કરવા માટે 20 લાખ સુધી બેંક લોન આપે છે.. પરંતુ IIT, IIM અને ISB સહિતની મોટી સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વધુ લોન મળી શકે છે.. પોતાના કોર્સની અન્ય સંસ્થાનોના ઓફર કરનારી એજ્યુકેશન લોનની સરખામણી કરવી જોઈએ.

સિંગલ વિંડો પ્લેટફોર્મ યૂઝ કરો

2/6
image

જો તમારે લોન જોઈએ તો, કોઈ એક બેંકમાં એપ્લાય કરીને એપ્રુવલની રાહ જોવાની હોય છે.. તમે એજ્યુકેશન લોન માટે સિંગ્લ વિન્ડો પ્લેટફોર્મ એટલે કે, પ્રાધાનમંત્રી વિદ્યા લક્ષ્મી કાર્યક્રમમાં પણ એપ્લાય કરી શકો છો.. જેમાં 40 બેંક રજિસ્ટર્ડ છે.. આ કાર્યક્રમ હેઠળ તમે ત્રણ બેંકમાં એક સાથે એપ્લાય કરી શકો છો..

માતા-પિતા સાથે બનાવો કો એપ્લીકેંટ

3/6
image

એજ્યુકેશન લોનમાં વધી રહેલા ડિફોલ્ટ અને NPAને ધ્યાને રાખી બેંક હવે લોન એપ્રુવલ કરતા સમયે લોનના રિપેમેન્ટ નક્કી કરે છે.. જો તમે કો એપ્લિકેન્ટ તરીકે પોતાના માતા-પિતા અથવા કોઈ પરિવારજને સાથે રાખો છો, તો એજ્યુકેશન લોનમાં એપ્રુવલ થવાની સંભાવના વધી જાય છે.

લોનની ભરપાઈ માટે કેટલો મળે છે સમય

4/6
image

જો એજ્યુકેશન લોન લઈને તમે અભ્યાસ પૂર્ણ કર્યાના એક વર્ષ બાદ લોન ચૂકવવાની શરૂઆત કરવા ઈચ્છતા હોય તો તમે તેમાં વધુમાં વધુ 2 વર્ષ સુધી વધારી શકો છો.. સાથે જ એજ્યુકેશન લોન પર વ્યાજ લોન લેવાની શરૂઆત થાય છે.. આ ઉપરાંત એજ્યુકેશન લોન ચૂકવવા માટે  અભ્યાલ પૂર્ણ કર્યાના 15 વર્ષ સુધીનો સમય મળતો હોય છે.. 

હપ્તામાં લોન લેવાની કરો કોશિશ

5/6
image

એજ્યુકેશન લોનની સાથે એક સારી વાત એ છે કે, બેંક માત્ર ડિસ્બર્સ્ડ રકમના આધારે જ વ્યાજ વસૂલે છે.. કેટલિક સંસ્થા અને યુનિવર્સિટીમાં સેમેસ્ટરના આધારે પણ બેંક પેમેન્ટ કરે છે.. જેના કારણે બેંકમાંથી એજ્યુકેશન લોન લેવા માટે ફી પેમેન્ટની જગ્યાએ હપ્તામાં લોનની પસંદગી કરવી જોઈએ.

ટેક્સ બેનિફિટને ન કરો નજરઅંદાજ

6/6
image

એજ્યુકેશન લોન પર ટેક્સ છૂટનો ફાયદો સેક્શન 80E હેઠળ મળી શકે છે... એજ્યુકેશન લોન પર ટેક્સ ડિડક્શન માત્ર 8 વર્ષ સુધી જ ઓફર કરી શકાય છે.