Ind Vs Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં અનેક રેકોર્ડની લાગી વણઝાર

ભારતે ઈંગ્લેન્ડ સામે પુણેમાં થયેલી બીજી વન-ડે મેચમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા. ભારતે સતત પાંચમી વન-ડેમાં 300થી વધારે રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ બીજીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની પહેલાં 2017માં પણ ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ મેળવી હતી.

પુણે: ભારતે ઈંગ્લેન્ડ (Ind Vs Eng) સામે પુણેમાં બીજી વન-ડેમાં (ODI) પણ ધમાકેદાર બેટિંગ કરી. ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ (Team India) 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા. ભારત માટે સૌથી વધારે રન લોકેશ રાહુલે (Lokesh Rahul) 108 બનાવ્યા. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) 66 અને રિષભ પંતે (Rishabh Pant) 77 રનની ઈનિંગ્સ રમી. ટીમ ઈન્ડિયાએ સતત પાંચમી વન-ડેમાં 300થી વધારે રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. સિરીઝની પહેલી મેચમાં પણ ભારતે 317 રન બનાવ્યા હતા. અને મેચ 66 રનથી જીતી હતી. ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ રમાયેલી ત્રણેય વન-ડેમાં ભારતે (India) 300 થી વધારે રન બનાવ્યા હતા. આ પહેલાં 2017માં ઈંગ્લેન્ડ (England) સામે ત્રણ વખત અને પાકિસ્તાન-શ્રીલંકા સામે 1-1 વખત 300 થી વધારે રન બનાવ્યા હતા.

લોકેશ રાહુલે કારકિર્દીની પાંચમી સદી ફટકારી

1/4
image

લોકેશ રાહુલ (Lokesh Rahul) ટી-20 સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. જેમાં તેના નામે 4 મેચમાં 15 રન હતા. જ્યારે બે વખત તો શૂન્ય પર આઉટ થયો હતો. એવામાં વન-ડે (ODI) સિરીઝમાં તેની પસંદગી પર શંકા હતી. જોકે વિરાટ કોહલી (Virat Kohli) અને કોચે તેનો બચાવ કર્યો હતો. રાહુલે તેની પસંદગીને સાર્થક કરતાં બીજી વન-ડેમાં સદી ફટકારી. તેણે 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તેની સાથે જ તેણે પોતાની સદીનો આંકડો 5 પર પહોંચાડી દીધો છે. પહેલી વન-ડેમાં પણ રાહુલે અર્ધસદી ફટકારી હતી.

રિષભ પંતે બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા

2/4
image

રિષભ પંતે (Rishabh Pant) ટેસ્ટ અને ટી-20 સિરીઝ પછી વન-ડે સિરીઝમાં પણ પોતાનું કૌવત ઝળકાવ્યું. બીજી વન-ડેમાં (ODI) તેને શ્રેયસ ઐય્યરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા પંતે 40 બોલમાં 3 ચોક્કા અને 7 સિક્સની મદદથી 71 રન બનાવ્યા. જેમાં 54 રન તો માત્ર બાઉન્ડ્રીની મદદથી બનાવ્યા. 17 વન-ડે મેચ રમી ચૂકેલા પંતની આ બીજી અર્ધસદી છે.

જોની બેરસ્ટોએ વિરાટ કોહલીને પાછળ છોડ્યો

3/4
image

ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટોએ ભારત સામે સિરીઝની બીજી વન-ડેમાં શાનદાર સદી ફટકારી. તેણે ઈનિંગ્સની 31મી ઓવરના પહેલા બોલે સિક્સ ફટકારીને પોતાની સદી પૂરી કરી. બેરસ્ટોની આ કારકિર્દીની 11મી સદી રહી. અને તેણે વન-ડેની સૌથી ઈનિંગ્સમાં 11 સદી ફટકારવાના મામલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. બેરસ્ટોએ 11 વન-ડે સદી બનાવવા માટે 78 ઈનિંગ્સ રમી. જ્યારે વિરાટ કોહલીએ 82 ઈનિગ્સમાં 11 વન-ડે સદી પૂરી કરી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા ટોપ પર છે. તેણે 64 ઈનિંગ્સમાં 11 વન-ડે સદી ફટકારી હતી. તેના પછી ક્વિન્ટન ડિ કોક 65 ઈનિંગ્સ અને પાકિસ્તાનના બાબર આઝમની 71 ઈનિંગ્સનો સમાવેશ થાય છે.

પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાની સૌથી ખરાબ બોલિંગ

4/4
image

ટીમ ઈન્ડિયાએ બીજી વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટે 336 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. ટીમે સતત પાંચમી વખત મેચમાં 300થી વધારે રન બનાવ્યા. પરંતુ તેમ છતાં ટીમ 2020માં અડધાથી વધારે વન-ડે મેચ હારી છે. તેનું સીધું કારણ પાવર પ્લે એટલે પહેલી 10 ઓવરમાં વિકેટ ન લઈ શકવું છે. વન-ડે સિરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી 10 ઓવરમાં એક વિકેટ લઈ શકી નથી. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે લક્ષ્યનો પીછો કરતાં 10 ઓવરમાં 59 રન બનાવ્યા. અને કોઈ વિકેટ ગુમાવી નહી. તો પહેલી વન-ડે મેચમાં વિના વિકેટે 89 રન બનાવ્યા હતા. જોકે પહેલી મેચમાં સારી રનરેટ હોવા છતાં પણ ઈંગ્લેન્ડની ટીમ મેચ હારી ગઈ હતી. જ્યારે બીજી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડે બાજી મારી લીધી હતી.