Photos : AMC ના શાસકો હજી પણ રવિવારની ઊંઘમાં, ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદની આવી હાલત થઈ ગઈ...
અમિત રાજપૂત/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસેલા વરસાદથી સમગ્ર શહેર તરબોળ થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાયાના દ્રષ્યો સર્જાયા છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા બતાવવામાં આવેલી આ તસવીરોઓ AMC ના શાસકો પર મોટી લપડાક સમાન છે. આ તસવીરો જોઈને કહી શકાય છે, AMC ના શાસકોએ શહેરમાં પ્રિન્મોન્સૂ કામગીરીના નામે મજાક કરી છે. અમદાવાદના બદલાહીનો આ બોલતો પુરાવો છે કે, શાસકો કામગીરીના નામે ખર્ચતા કરોડો રૂપિયા ક્યાં છે. આ રૂપિયા નાગરિકોના છે, પરંતુ નાગરિકોને દરેક ચોમાસામાં તો હાલાકી ભોગવવાનો વારો જ આવે છે.
માનવ મંદિર પાસેના રોડ પરના દ્રશ્યો...
નિકોલ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. નિકોલમાં ખોડિયાર માતા મંદિર પાસે પાણી ભરાયા છે. તો નિકોલના જીવનવાડી વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા છે.
જીવનવાડી વિસ્તારના તમામ માર્ગ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે.
અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે 2 ઈંચ વરસાદ બાદ દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે. નરોડા હરિદર્શન ચોકડી ખાતે માર્ગો પર ઠેરઠેર ભૂવા પડ્યા છે. ઢગલાબંધ વાહનો આ ભૂવામાં ફસાયા છે.
ઇન્ટાસ ફાર્માની સ્ટાફ બસ, અમુલ દૂધની ટ્રક અને કન્ટેનર ટ્રક ભૂવામાં ફસાઈ ગયા છે.
શેલ્બી હોસ્પિટલ સામેનો માર્ગ બેસી ગયો છે. શેલ્બી હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે હોસ્પિટલની બહાર જ પડેલો મોટો ભૂવો કોરોનાના દર્દીઓની હાલાકી વધારી શકે છે.
મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો.
Trending Photos