ભરૂચના ભૂંડા હાલ: જ્યાં..જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી, વરસાદે વેર્યો વિનાશ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે. શહેરના રસ્તાઓ અને ઘરમાં પાણી ફરી વળતાં ફર્નિચર, ગાડીઓ અને માલહાનિ સર્જાઇ છે.
ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનુ પાણી 41 ફૂટના જળસ્તર પર વહી રહ્યું છે. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. આ કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આખો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. છેક હાઈટન્શન વાયર સુધી પાણી ભરાતા મુશ્કેલી વધી છે. જેથી વાહનચાલકો તેમાં ન ફસાય તે માટે રોડ બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો છે.
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Trending Photos