રોજની આ આદતોથી હાડકાં નબળાં થઈ જાય છે, શું તમે આ ભૂલો તો નથી કરી રહ્યાં?

નવી દિલ્લીઃ આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.

 

 

સૂર્યપ્રકાશનો અભાવ-

1/5
image

સામાન્ય રીતે, વ્યસ્ત જીવનમાં, ઘણા લોકો માટે તડકામાં બેસવા માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે, પરંતુ  સૂર્યપ્રકાશ આપણા હાડકાં માટે જરૂરી છે કારણ કે તે તમને વિટામિન ડી આપે છે.

પૂરતી ઉંઘ-

2/5
image

સ્લીપ એપનિયાના કારણે હાડકાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારે પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

નશીલા પદાર્થનું સેવન-

3/5
image

આલ્કોહોલ પીવાથી હાડકા નબળા પડે છે. એવું માનવામાં આવે છે કે વધુ પડતા આલ્કોહોલને કારણે, હાડકા માટે જરૂરી હોર્મોન્સના ઉત્પાદન પર અસર થાય છે. કાર્બોનેટેડ પીણાં પીવાથી હાડકાંની ઘનતા પણ ઓછી થાય છે.

ધુમ્રપાન હાનિકારક-

4/5
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિગારેટ પીવાથી હાડકા નબળા પડે છે. જો તમે પણ સિગારેટ પીતા હોવ તો તમારે આ આદત છોડી દેવી જોઈએ.

 

કસરતનો અભાવ-

5/5
image

તમારી આળસ હાડકાંને નબળા બનાવવામાં ભારે પડી શકે છે. ઘણા લોકોની શારીરિક પ્રવૃત્તિ ખૂબ ઓછી હોય છે, જેના કારણે હાડકાં નાજુક થઈ જાય છે.