Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા

પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓ કુવૈતથી અમદાવાદ પહોંચ્યા હતા. પ્રવાસીઓને લઇને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યું હતું. ત્યારે તમામ મુસાફરોને સ્ક્રીનિંગ તથા ટેસ્ટીંગની કામગારી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

હિતલ પારેખ/ગાંધીનગર :પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓ કુવૈતથી અમદાવાદ પહોંચ્યા હતા. પ્રવાસીઓને લઇને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યું હતું. ત્યારે તમામ મુસાફરોને સ્ક્રીનિંગ તથા ટેસ્ટીંગની કામગારી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

1/2
image

ઉલ્લેખનીય છે કે, હાલ અન્ય રાજ્યો અને દેશોમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને પરત લાવવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તથા લોકો ગુજરાત પોતાના વતન પહોંચી રહ્યા છે. તાજેતરમાં ફિલીપાઈન્સ અને મનીલાથી કેટલાક નાગરિકો અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 

2/2
image

વતન પરત ફરનારાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે, જે અભ્યાસ હેતુથી વિદેશમાં ગયા હતા. તાજેતરમા જ ગુજરાત સરકારે પોતાના નાગરિકોને વતન લાવવાની જાહેરાત કરી હતી. જેના બાદ અનેક લોકોએ ઓનલાઈન એપ્લિકેશન કરી હતી.