પોળો કે ઝાંઝરી નહીં ગુજરાતના આ સ્થળે હોય છે ઝરણાંઓની જમાવટ! શું તમે જોયું છે આ સ્થળ?

વરસાદની સિઝનમાં સુંદર મજાના ઝરણાંઓની મજા માણવી હોય તો અમદાવાદથી ખુબ નજીક આવેલું છે આ અદભુત સ્થળ. પોળો કે ઝાંઝરી નહીં એનાથી પણ અદભુત છે આ સ્થળ. હજુ સુધી ખુબ ઓછા લોકોને છે આ સ્થળ વિશે જાણકારી...એકવાર તો જરૂર લેજો આ વિસ્તારની મુલાકાત....

1/10
image

આ સ્થળે ચોમાસા દરમિયાન ચારે તરફ ઝરણાં વહેતાં હોય છે. ઝરણાં અને પ્રાકૃતિક સૌંદર્યને નીહાળવા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. અહીંનું સૌંદર્ય નીહાળી પર્યટકો અતિ આનંદિત થઈ જતા હોય છે....

2/10
image

ઝાંઝરી કે પોળો નહીં અમદાવાદ નજીક અહીં આવેલી છે ઝરણાંઓની જમાવટ...

3/10
image

પ્રેમી પંખિડાઓ અહીં એકાંતનો લાભ લઈને આવે છે ઘુટરઘુ કરવા...

4/10
image

અહીં આવેલું છે ગુજરાતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ, ચોમાસામાં એક્ટિવ થઈ જાય છે અનેક ઝરણા...

5/10
image

અરવલ્લીના ડુંગરોની વચ્ચે આવેલા સેંબલપાણી વિસ્તારમાં હજારોની સંખ્યામાં પર્યટકો ફરવા આવતા હોય છે. આ વિસ્તાર મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. અહીં ચોમાસા દરમિયાન અનેક ઝરણાઓ એક્ટિવ થઈ જાય છે.

6/10
image

અમદાવાદથી ખુબ નજીક આવેલું છે આ શાનદાર સ્થળ. ચોમાસામાં મિત્રો કે પાર્ટનર સાથે જરૂર લેજો અહીંની મુલાકાત...

7/10
image

બનાસકાંઠા જિલ્લામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. અહીં છે અનેક નયનરમ્ય ફરવા લાયક સ્થળોની હારમાળા. 

8/10
image

અંબાજીથી માત્ર 11 કિમીના અંતરે આવેલા બાલારામ માર્ગ પર મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતા સેંબલપાણી વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકો ફરવા આવે છે. 

9/10
image

મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતા સેમબલપાણી વિસ્તાર અંબાજીથી બાલારામ હાઈવે પર અંબાજીથી માત્ર 11 કિમીના અંતરે ડુંગરોના વચ્ચે આવેલો છે. 

10/10
image

જે પણ લોકો આ સ્થળની મુલાકાત લે છે તેઓ બીજીવાર અહીં જરૂર આવે છે. રીલના રસિયાઓ અને પ્રેમી પંખિડાઓ માટે ઝન્નત સમાન છે આ સ્થળ. અહીં જમા માટે કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. સાવ મફતમાં માણી શકો છો આ મજાના સ્થળની મોજ...