પુરૂષ રાત્રે આ રીતે કરે વરિયાળીનું સેવન, શાનદાર રહેશે મેરેજ લાઇફ
નવી દિલ્હી: મોટાભાગે લોકો જમ્યા પછી વરિયાળી (Fennel) નું સેવન કરે છે, જેથી મોંઢામાંથી વાસ દૂર થઇ જાય. પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે વરિયાળી ફક્ત માઉથ ફ્રેશનરનું કાર્ય કરતી નથી, પરંતુ તેને ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓની પણ સારવાર કરવામાં આવે છે. વરિયાળીના બીજ પુરૂષો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, અને યૌન શક્તિ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના વિશે.
રાતના સમયે જરૂર ખાવ વરિયાળી
વરિયાળીના દાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, જિંક, મેંગનીઝ, વિટામિન સી, આયરન, સેલેનિયમ અને મેગ્નીશિયમ જેવા ખનીજ મળી આવે છે. એવામાં પુરૂષોએ રાત્રે વરિયાળીનું સેવન જરૂર કરવું જોઇએ. આ પુરૂષોના સેક્સુઅલ હેલ્થને બૂસ્ટ કરે છે.
બમણી થઇ જાય છે પુરૂષોની યૌન શક્તિ
અમારી સહયોગી વેબસાઇટ ઇન્ડીયા ડોટ કોમના રિપોર્ત અનુસાર તાજેતરમાં જ થયેલા સંશોધનમાં ખુલાસો થયો છે કે વરિયાળીમાં જિંક અને ફાઇબરની માત્રા ખૂબ વધુ હોય છે, જે શીધ્ર પતનથી રાહત અપાવવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો પુરૂષોની યૌન શક્તિ બમણી થઇ જાય છે.
દૂધમાં મિક્સ કરીને ખાવ વરિયાળી
રિસર્ચ અનુસાર પુરૂષોને રાત્રે સૂતા પહેલાં વરિયાળીનું સેવન કરવું જોઇએ. જો તમે ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળીનો પાવડર નાખીને મિક્સ કરીને પીવો છો તો આ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે અને સારું પરિણામ મળશે.
વરિયાળીવાળા દૂધના ચોંકાવનારા ફાયદા
એટલું જ નહી, વરિયાળીવાળું દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે. તેનું સેવન પાચન માટે પણ સારું ગણવામાં આવે છે. રિસર્ચ અનુસાર દૂધની સાથે વરિયાળી લેવાથી કબજિયાત અને એસિડિટી પણ છુટકારો મળી જાય છે, અને આ દિમાગને તેજ કરવાની એટલે કે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
શ્વાસ લેવામાં નહી થાય સમસ્યા
વરિયાળીવાળું દૂધ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટર્સ પણ શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યા થતાં વરિયાળીવાળું દૂધ પીવાની સલાહ આપે છે. એટલું જ નહી વરિયાળીવાળું રેસ્પિરેટરી સિસ્ટમ (Respiratory System) માં પણ સુધારો કરી શકે છે.
મોટાપાને દૂર કરવામાં મદદ કરશે વરિયાળી
વરિયાળીમાં ખૂબ માત્રામાં ફાઇબર હોય છે. વરિયાળી ખાવાથી તમે તમારા મોટાપાને કાબૂમાં કરી શકો છો. જોકે વરિયાળી ફેટને શરીરમાં જમા થવા દેતી નથી અને આ મોટાપાને ઓછો કરવામાં મદદ કરે છે. સ્પષ્ટ છે કે જો વરિયાળીવાળું દૂધ પીશો આ કોલેસ્ટ્રોલના લેવલને પણ મેંટેન રાખશે.
Trending Photos