PICS: 24 વર્ષ નાની રશિયન બ્યુટી સાથે લગ્ન કરવા રાજપાટ છોડ્યા, એક વર્ષ પછી આપી દીધા તલાક

મલેશિયાના પૂર્વ રાજા રશિયાની મોડલ રહી ચૂકેલી પત્નીથી હવે અલગ થઈ ગયા છે. રિપોર્ટ્સ મુજબ બાળકના જન્મ થયાના ગણતરીના અઠવાડિયા બાદ બંને વચ્ચે તલાકના અહેવાલો સામે આવી રહ્યાં છે. કેલાતનના સુલ્તાન મોહમ્મદ-vએ ગત વર્ષ નવેમ્બરમાં મિસ મોસ્કો રહી ચૂકેલી રિહાના ઓક્સાના વોવોદીના સાથે લગ્ન કરવા માટે રાજપાટ છોડ્યા હતાં. 

સ્ટ્રેટ ટાઈમ્સના અહેવાલ મુજબ 50 વર્ષના સુલ્તાન અને તેમની બ્યુટી ક્વિન પત્ની રિહાના ઓક્સાના પેટ્રા (27)એ લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ  લઈ લીધા છે. જો કે ડિવોર્સનું કારણ હજુ સામે આવ્યું નથી. રિપોર્ટ્સ મુજબ ડિવોર્સ 1 જુલાઈના રોજ રજિસ્ટર કરાયા હતાં. બંને ટ્રિપલ તલાક દ્વારા અલગ થયા છે. સિંગાપુરમાં આ તલાક રજિસ્ટર થયા છે. મિસ મોસ્કોએ સુલ્તાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને પોતાનું નામ રિહાના ઓક્સાના પેટ્રા રાખ્યું હતું.  (તમામ તસવીરો સાભાર- ટ્વીટર@rihanapetra) 

 

1/6
image

પરંતુ બંનેના ડ્રીમ વેડિંગ બહુ જલદી મુસ્લિમ બહુમતીવાળા દેશમા વિવાદમાં ઘેરાયા. જ્યારે રશિયન બ્યુટી ક્વીનના મલેશિયાની મહારાણી બનવાની સંભાવના સામે આવી તો રાજ પરિવારમાં ઘમાસાણ મચ્યું.ય રાજાની મોડલ પત્નીના ભૂતકાળ સંબંધિત વિવાદો સામે આવવા લાગ્યાં. આ બધા વચ્ચે સુલ્તાન જ્યારે દેશ પાછા ફર્યા તો તેમણે રાજગાદી છોડવાનો નિર્ણય લીધો. 1957માં બ્રિટનથી આઝાદી મળ્યા બાદ મલેશિયામાં પહેલીવાર કોઈએ આ રીતે રાજપાટ છોડ્યા હતાં.   

2/6
image

બ્રિટનથી અભ્યાસ કરનારા મોહમ્મદ 2021 સુધી મલેશિયાના રાજા રહેવાના હતાં પરંતુ બ્યુટી ક્વિન સાથે લગ્ન કરવા તેમણે રાજપાટનો ત્યાગ  કર્યો હતો. રશિયન મીડિયાએ ઓક્સાનાની મિત્રના હવાલે લખ્યું છે કે સુલ્તાન તરફથી જ તલાકનું પગલું લેવાયું છે. જ્યારે તેમની પત્ની તેની વિરુદ્ધમાં છે. હાલમાં જ ઓક્સાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઉંમરથી 24 વર્ષ જેટલા મોટા પતિ મોહમ્મદના પુત્રને જન્મ આપ્યાની પુષ્ટિ કરી હતી. પૂર્વ મિસ મોસ્કોએ પોતાના પરિવાર સાથે અનેક તસવીરો પોસ્ટ કરી હતી અને તેની સાથે અંગ્રેજી અને રશિયન ભાષામાં ભાવુક મેસેજ લખ્યા હતાં.

3/6
image

એક પોસ્ટમાં ઓક્સાનાએ આશા વ્યક્ત કરી હતી કે તેમનો પુજ્ઞ એક દિવસ મલેશિયાનો રાજા બનશે. પૂર્વ મિસ મોસ્કોએ 6 જુલાઈના રોજ પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. બાળક સાથે એક તસવીરમાં ઓક્સાનાએ કેપ્શન લખી હતી કે 21 મે 2019- એ દિવસ કે જ્યારે મારું જીવન 'before' અને 'after'માં વહેંચાઈ ગયું. 

4/6
image

તેમણે લખ્યું કે બાળકને જન્મ આપ્યા બાદ એક મહિલા તરીકે આવનારા ફેરફારો અંગે મને જે પણ જણાવવામાં આવ્યું હતું તે બધુ સાચું સાબિત થઈ રહ્યું છે. પ્રેમ ખુબ જ ખાસ હોય છે. ખુબ જ અલગ મહેસૂસ થઈ રહ્યું છે. હું મારા પુત્ર બદલ અલ્લાહ અને મારા પતિનો આભાર વ્યક્ત કરું છું. હવે અમે ત્રણ થઈ ગયા છીએ. 

5/6
image

બાળકને જન્મ આપ્યાં બાદ એલાનની સાથે ઓક્સાનાની પ્રેગ્નેન્સી અને મોસ્કો વેડિંગની તસવીરો પણ શેર કરાઈ હતી. લગ્નની તસવીરો શેર કરતા પૂર્વ સુલ્તાનના પત્નીએ લખ્યું હતું કે આ  ખુબ જ શાનદાર અને ખુબસુરત લગ્ન હતાં. બિલકુલ સપના જેવા હતાં. ઓક્સાનાએ એ વાતને પણ સમર્થન આપ્યું હતું કે પાંચ મહિના પહેલા તે બંનેએ ગુપચુપ રીતે મુસ્લિમ રિવાજથી લગ્ન કર્યા હતાં. ત્યારબાદ મોસ્કોમાં બધા માટે સેરેમની આયોજિત કરાઈ હતી. 19 જુલાઈના રોજ બંનેના લગ્નની વર્ષગાઠ પણ છે. 

6/6
image

અત્રે જણાવવાનું કે ઓક્સાના રશિયન ઓર્થોપેડિકની પુત્રી છે. ત્રણ વર્ષ પહેલા તેણે મિસ મોસ્કોનો ખિતાબ જીત્યો હતો. રિપોર્ટ્સ મુજબ બ્યુટી ક્વીને નકલી ઓળખ સાથે એક રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના સ્વિમિંગ પુલમાં એક વ્યક્તિ સાથે રોમાન્સ કરતી તસવીરો વાઈરલ થઈ હતી.