અમદાવાદ: રાણીપમાં ઈદ ઉલ ફિતરની સ્થાનિકોએ કરી ઉજવણી, પોલીસને ખાસ આપ્યું આમંત્રણ, જુઓ PHOTOS

દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે ઈદ અલગ છે કારણ કે વિશ્વભરમાં કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી વચ્ચે ઈદની ઉજવણી કરવી પડી રહી છે. અમદાવાદમાં બકરા મંડીમાં રહેતા સ્થાનિકોએ રાણીપ પોલીસને ઉજવણીમાં ખાસ આમંત્રણ આપ્યું. 

અતુલ તિવારી, અમદાવાદ: દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે ઈદ અલગ છે કારણ કે વિશ્વભરમાં કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી વચ્ચે ઈદની ઉજવણી કરવી પડી રહી છે. અમદાવાદમાં બકરા મંડીમાં રહેતા સ્થાનિકોએ રાણીપ પોલીસને ઉજવણીમાં ખાસ આમંત્રણ આપ્યું. 

1/4
image

સ્થાનિકોએ પોલીસકર્મીઓને ગુલાબનો હાર પહેરાવીને ફૂલોથી સ્વાગત કર્યું. લોકડાઉન દરમિયાન પોલીસકર્મીઓએ કરેલી કામગીરીને બિરદાવવામા આવી. 

 

 

2/4
image

પોલીસ દ્વારા પણ તમામને ઈદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમો સાથે પાલન કરવાની વિનંતી કરાઈ. 

3/4
image

બકરા મંડી ખાતે લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી. 

4/4
image

ઈદના દિવસે કરાયેલા સ્વાગત બદલ પોલીસે પણ તમામનો આભાર માન્યો.