Health Tips: ઈંડા અને નટ્સ રોજ ખાવા પણ લિમિટમાં.. વધારે ખાવાથી થઈ શકે છે આ 5 સમસ્યાઓ

Health Tips: ઝિંક એ એક મહત્વપૂર્ણ મિનરલ છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઝિંકનું સેવન પણ શરીરની જરૂરિયાત અનુસાર કરવું જોઈએ. વધારે પડતું ઝિંક શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.  શરીરની દૈનિક જરૂરીયાતનું ઝિંક આપણને બદામ, અખરોટ, પિસ્તા, દાળ, કઠોળ, ઈંડા વગેરે આહારમાંથી મળે છે. તેથી તેને પણ એક લિમિટમાં જ ખાવા જોઈએ. એક સ્વસ્થ અને પુખ્ત વયની વ્યક્તિને દિવસમાં 7.6 થી 9.7 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે. જો તેનાથી વધારે ઝિંક શરીરમાં જાય તો શરીરને નુકસાન થવા લાગે છે. 

બગડે છે પાચન

1/5
image

ઝિંક જો વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી પેટ અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો વગેરે.  

ભોજનનો સ્વાદ ન આવવો

2/5
image

જે લોકો ઝીંકનું વધુ પડતું સેવન કરે છે તેમની જીભમાં મેટાલિક ટેસ્ટ આવી જાય છે. જેના કારણે તેમને સામાન્ય ભોજનમાં પણ સ્વાદ આવતો નથી. 

દવાઓની આડઅસરો

3/5
image

ઝિંક સપ્લિમેન્ટ્સનો વધુ પડતો ઉપયોગ પણ તમારા ખરાબ સ્વાસ્થ્યનું કારણ બની શકે છે. તેથી કોઈપણ આવી દવા લેતા પહેલા તમારે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

પોષકતત્વોનું સંતુલન ખરાબ થશે

4/5
image

વિટામિન્સ અને મિનરલ્સ બંને આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ જો તમે ઝીંકથી ભરપૂર ખોરાકનું વધુ પડતું સેવન કરો છો તો તે બંને પોષક તત્વોના સંતુલનને બગાડે છે. 

અન્ય આરોગ્ય સમસ્યાઓ

5/5
image

જો તમે વધુ પડતા ઝિંક યુક્ત આહારનું સેવન કરો છો તો શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ વધી જાય છે. જેમ કે થાઈરોઈડ, આંખની સમસ્યા અને શ્વાસની સમસ્યા.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)