Alert! એક જ બોટલમાંથી વારંવાર પાણી પીતા હોવ તો ચેતી જજો...આ બીમારીઓનો બની શકો છો ભોગ

પાણી પીવું એ આપણા ડેઈલી  રૂટિનની ખુબ જ સામાન્ય પ્રેક્ટિસ છે. આપણે જાણીએ છીએ કે પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. આવામાં અનેકવાર એવું પણ બને છે કે આપણે એક જ ગ્લાસથી વારંવાર પાણી પીતા હોઈએ છીએ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક જ વાસણ કે બોટલથી વારંવાર પાણી પીવાથી શરીરમાં બીમારીઓ ઘૂસે છે. 

1/6
image

આપણામાંથી અનેક લોકોને આ સત્ય પણ ખબર હશે કે આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે અને આવામાં એ પણ સત્ય છે કે આપણા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખુબ જરૂરી છે. 

2/6
image

મોટાભાગના લોકો એ વાત સાથે સહમત હશે કે એક જ ગ્લાસ કે બોટલથી વારંવાર અનેક લોકો પાણી પીતા હોય છે. જેનું કારણે માત્ર આળસ નહીં પરંતુ જાણકારીનો અભાવ પણ હોઈ શકે છે. અનેક લોકોને એ ખબર નહીં હોય કે એક જ વાસણમાં વારંવાર પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.   

કઈ બીમારીઓ થઈ શકે?

3/6
image

જો એક જ ગ્લાસથી અનેકવાર પાણી પીતા હોવ તો ગ્લાસની ઉપરના ભાગમાં ચેપી જીવાણુંઓ ભેગા થઈ જતા હોય છે અને આ ગ્લાસથી પાણી પીવાથી આ જીવાણું પેટમાં જાય છે જેનાથી ઉલ્ટી અને ઝાડા જેવી બીમારીઓ આવી શકે છે.   

4/6
image

એટલું જ નહીં એકવાર ઉપયોગમાં લીધેલો ગ્લાસ આમ તો તમને દેખાવમાં બિલકુલ સ્વચ્છ લાગશે પરંતુ તે આપણા શરીરને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.   

ઉપાય

5/6
image

ગ્લાસને સાબુ અને પાણીથી બરાબર સારી રીતે સાફ કરો. ઉપરના ભાગને સારી રીતે સ્વચ્છ કરવો જોઈએ કારણ કે ઉપરના ભાગને જ આપણે આપણા હોથથી લગાવીને પીતા હોઈએ છીએ અને તેનાથી આપણા શરીરના કેટલાક બેક્ટેરિયા ગ્લાસના ઉપરના ભાગમાં ચોંટી જાય છે જે પછી ચેપી સ્વરૂપ ધારણ કરી લે છે.   

6/6
image

તમે પાણીની બોટલ, જગ કે કન્ટેઈનરને પણ દરરોજ એકવાર તો જરૂર સારી રીતે સાફ કરો અને પાણી પીવા સંબંધિત જેટલા પણ વાસણ તમે ઉપયોગમાં લેતા હોવ તેને સ્વચ્છ જગ્યા પર રાખો. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)