Malaika Arora જેવું Fit અને Young રહેવું હોય તો કરો આ યોગાસન

Malaika Arora Fitness: મલાઈકા અરોરા તેની ફિટનેસ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ અને યુવાન દેખાય છે. ફિટ અને યુવાન દેખાવા માટે મલાઈકા અરોરા પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તે રોજ કેટલાક યોગાસન કરે છે જે તેની ફિટનેસ અને યુવાનીનું રહસ્ય છે.

સર્વાંગાસન

1/6
image

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તે ફિટ અને સુંદર રહે તેવામાં જો મલાઈકા અરોરાના આ યોગાસન કરવામાં આવે તો આ શક્ય બને છે. તેમાંથી એક યોગાસન છે સર્વાંગાસન. આ આસન કરવા માટે પગ અને હિપ્સના ભાગને ઉપરની તરફ રાખવાના હોય છે. 

પદ્મ બાલાસન

2/6
image

આ યોગાસન કરીને તમે પેટ અને કમરની ચરબીને ઓછી કરી શકો છો. જે લોકોને શરીરમાં દુખાવા રહેતા હોય તેમણે આ આસન ખાસ કરવું. આ આસન કરવાથી પીઠ અને પેટના દુખાવાની સમસ્યામાં રાહત થાય છે. 

સેતુબંધાસન

3/6
image

તમને ઘણા ફોટોમાં મલાઈકા અરોરા આસન કરતી જોવા મળશે આ આસન કરવું મલાઈકાને પણ ખૂબ પસંદ છે તેનાથી વેઇટ મેન્ટેન રહે છે અને સાથે જ પીઠ, હિપ્સ અને હેમસ્ટ્રીંગ સ્ટ્રોંગ બને છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

કપોતાસન

4/6
image

આ આસન કરવું શરૂઆતમાં મુશ્કેલ લાગશે પરંતુ એક વખત યોગ્ય માર્ગદર્શન સાથે તેને શીખી લેવામાં આવે તો તે શરીરની ફિટનેસ માટે વરદાન સાબિત થાય છે. 

વીરભદ્રાસન

5/6
image

વીર ભદ્રાસન કરવાથી શરીર એકદમ ફિટ રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. આ આસન શરીરમાં સ્થિરતા લાવે છે.

6/6
image