PHOTOS: લો બોલો...બધુ ખાવા પીવાનું છોડી માત્ર બીયર પીને આ વ્યક્તિએ 18KG વજન ઉતારી નાખ્યું
એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે.
વજન ઓછું કરવા માટે લોકો પોતાના ડાયેટમાં અનેક હેલ્ધી ચીજોનો સમાવેશ કરતા હોય છે. બોડીમાંથી ફેટ ઓછી કરવા માટે ખાણીપીણી પર ભરપૂર ધ્યાન આપે છે જેથી કરીને ચરબી ઓછી કરી શકાય. કેટલાક લોકો જિમમાં જઈને ખુબ પરસેવો પાડે છે. પરંતુ આ બધા વચ્ચે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે.
દિવસભર બસ બીયર પીધા કરે છે
આ વ્યક્તિ આખો દિવસ ખાવા પીવાના નામે બસ બીયર પીધા કરે છે. તમને નવાઈ લાગશે કે આખરે બીયર પીવાથી વજન કેવી રીતે ઓછું થાય. અમેરિકાનો જ આ ચર્ચાસ્પદ વ્યક્તિ છે જેણે બીયર પીને પોતાનું 18 કિગ્રા વજન ઓછું કર્યું છે.
અમેરિકાના સિનસિનાટી શહેરમાં રહે છે
સિનસિનાટી ડોટ કોમના જણાવ્યાં મુજબ અમેરિકાના સિનસિનાટી શહેરમાં રહેતી વ્યક્તિ ડેલ હાલ ચર્ચામાં છે. જેણે ભૂખ લાગે તો ખાવા પીવાની જગ્યાએ ફક્ત બીયર પીવાનું જ નક્કી કરી લીધુ. દિવસમાં લગભગ 2થી 5 વાર બીયર પીવાનું નક્કી કર્યું અને ફક્ત ગ્રીન વેજિટેબલ અને થોડું ઘણું લાઈટ ફૂડ લીધું.
47 દિવસની અંદર 18 કિલો વજન ઘટાડ્યું
ડેલ હાલ રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વજનના ફોટા ક્લિક કરીને પોસ્ટ પણ કર્યા કરે છે. શરૂઆતમાં થોડી પરેશાની થઈ પરંતુ ત્યારબાદ જ્યારે તેનું વજન ઓછું થવા લાગ્યું તો તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે આ રૂટીન ડેઈલી પોતાના લાઈફસ્ટાઈલમાં ઉમેરી દીધુ અને લગભગ 47 દિવસની અંદર 18 કિલોગ્રામ વજન ઘટાડીને લોકોને ચોંકાવી દીધા.
પરિવાર અને ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ આશ્ચર્યચકિત
ઈસ્ટર ડેના અવસરે ડેલ હાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો. જેમાં ડેલનું પેટ ખુબ ઓછું થઈને અંદર જતું રહ્યું છે. આ પોસ્ટ જોયા બાદ તેના મિત્રો, પરિવાર અને ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ખુબ અચંબિત છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફક્ત અને ફક્ત વજન ઘટાડવાની તસવીરોથી લદાયેલું છે.
બ્લૂ કલરની ટીશર્ટ સાથે તસવીરો
ડેલ હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બ્લૂ કલરની ટીશર્ટ સાથે જ વજન ઓછું થવા અંગે જાણકારી આપતો જોવા મળ્યો. લોકો શરૂઆતમાં તો વિશ્વાસ જ ન કરી શક્યા. પરંતુ જ્યારે તેણે આ કારનામું કરીને બતાવ્યું તો હવે બધા સ્તબ્ધ થઈ ગયા છે.
Trending Photos