Photos : દીકરીએ શહીદ પિતાને સલામી આપી, તો હાજર બધા જ રડી પડ્યા...

 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને ગઈકાલે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સમગ્ર દેશમાં શોકની લહેર છે. શહીદ જવાનોના પાર્થિવ શરીરને શુક્રવારે દિલ્હી લાવવામાં આવવામાં આવ્યા હતા. પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ અને નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

ઝી ન્યૂઝ ડેસ્ક : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને ગઈકાલે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સમગ્ર દેશમાં શોકની લહેર છે. શહીદ જવાનોના પાર્થિવ શરીરને શુક્રવારે દિલ્હી લાવવામાં આવવામાં આવ્યા હતા. પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ અને નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
 

દીકરીએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

1/5
image

શહીદોના પાર્થિવ શરીરને તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ બીજેપીના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ કર્યા છે કે, તેઓ પોતાના રાજ્યોમાં  આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે ત્યાં હાજર રહે. દહેરાદૂનમાં શહીદ જવાન મોહનલાલનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો હતો. અહીં શહીદની દીકરીએ પિતાને સલામી આપી હતી. આ દ્રશ્યએ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ભાવુક કરી દીધા હતા.

શામલીમાં શોકની લહેર

2/5
image

પુલવામા હુમલામા શહીદ થનાર સૌથી વધુ જવાન ઉત્તર પ્રદેશના છે. યુપીના શામલીના શહીદ જવાન પ્રદીપ કુમારની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું. સ્થાનિક લોકો પરિવારજનોના દુખદ પ્રસંગમાં હાજર થવા પહોંચ્યા હતા. 

ભાગલપુરના રતન ઠાકુર પણ શહીદ

3/5
image

બિહારના ભાગલપુરના શહીદ જવાન રતન ઠાકુરનું પાર્થિવ શરીર પટના એરપોર્ટ પર પહોંચ્યો હતો. અહીંથી ચોપર દ્વારા તેમના મૃતદેહને તેમના ગામમાં મોકલવામાં આવ્યો હતો. રતન ઠાકુરના શહાદતના સમાચાર સાંભળતા જ પરિવારના રડી રડીને ખરાબ હાલ થયા હતા. 

વારાણસીના રમેશ યાદવ શહીદ

4/5
image

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ ઉત્તર પ્રદેશના વારાણસીના વીર સપૂત રમેશ યાદવના ઘર પર માતમ છવાયેલું છે. તેમની પત્ની રીમા યાદવનો રડી રડીને ખરાબ હાલ થયો છે.

સંજય સિન્હાના ગામમાં શોક

5/5
image

પટનાના મસૌઢીના સંજય સિન્હા પણ આ હુમલામાં શહીદ થયા હતા. સંજય એક સપ્તાહ પહેલા જ રજાથી પરત ડ્યુટી પર ફર્યા હતા.