રાશિફળ 19 ડિસેમ્બર: આ જાતકોને પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી મળી શકે છે ઉત્તમ પરિણામ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 19 december 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ:

1/12
image

ગણેશજી કહે છે, પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે.  

વૃષભ:

2/12
image

ગણેશજી કહે છે, યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો.  

મિથુન:

3/12
image

ગણેશજી કહે છે, સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો.  

કર્ક:

4/12
image

ગણેશજી કહે છે, લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો.  

સિંહ:

5/12
image

ગણેશજી કહે છે, ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે. જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.   

કન્યા:

6/12
image

ગણેશજી કહે છે, પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે. 

તુલા:

7/12
image

ગણેશજી કહે છે, રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.  

વૃશ્ચિક:

8/12
image

ગણેશજી કહે છે, પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે.  

ધન:

9/12
image

ગણેશજી કહે છે, જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો.  

મકર:

10/12
image

ગણેશજી કહે છે, વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં.

કુંભ:

11/12
image

ગણેશજી કહે છે, વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે.  

મીન:

12/12
image

ગણેશજી કહે છે, કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો.