ગુજરાતમાં આગામી 5 દિવસની આગાહી, મગજ કામ કરતું બંધ થઈ જાય તેવી ઠંડી પડશે

Coldwave Alert In Gujarat : આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. એટલે કે તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય. માવઠાની સિસ્ટમે વિદાય લીધા પછી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફુંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદના સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડી વધુ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડી આંશિક રીતે ઘટી છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય
 

ઉત્તર ગુજરાતની અસરને કારણે ગુજરાતમાં ઠંડી વધી

1/3
image

ગુજરાતમાં ઠંડી વધારે પડે તેનું સૌથી મોટું કારણ ઉત્તર ભારતના રાજ્યો હોય છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો થાય અને બરફના થર જામે ત્યારપછી જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી હોય છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરખંડ સહિતના પહાડી રાજ્યોમાં બરફનો વરસાદ થઈ ગયો છે. પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે અને સહેલાણીઓ આ બરફની મજા ઉઠાવી રહ્યા છે. પરંતુ આ જ સ્નોફોલથી હવે ગુજરાતીઓએ કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

જાન્યુઆરી મહિનો તોફાની જશે 

2/3
image

તો કંઈક આવી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. માગસર મહિનો પૂરો થવાનો છે. માગસર મહિનામાં માવઠું પડ્યું હતું. હવે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો વધશે. પહાડી પ્રદેશોમાં કાતિલ હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે હવે ગુજરાતમાં બે બે સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી પડશે. કચ્છનું નલિયા તો જાણે ઠુઠવાઈ જ જવાનું છે. તમારે બાળકોને થર્મલ વેર પહેરવાની ફરજ પાડવી જ પડશે. આ ઠંડીનો ચમકારો પોષ માસથી શરૂ થાય તેવા એંધાણ છે એટલે કે બે દિવસ પછી થરથર ધ્રૂજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

તાપણા વગર ઘરમાં નહિ ચાલે 

3/3
image

ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાર્ટ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પુરો થવામાં બે દિવસની જ વાર છે અને પોષની શરૂઆતથી જ ઠંડીનો માર શરૂ થઈ જશે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે.