Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર પહોંચશે. વિક્રમ લેન્ડર સાંજે 6.04 વાગે લેન્ડ કરશે. લેન્ડિંગની સાથે જ વિક્રમ પોતાનું કામ શરૂ કરી દેશે. લેન્ડર વિક્રમનું આ સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું તો રેંપ દ્વારા છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ઈસરોનો કમાન્ડ મળતા જ ચંદ્રની સપાટી પર ચાલવા લાગશે. તે 500 મીટર સુધીના વિસ્તારમાં ફરીને પાણી અને ત્યાંના વાતાવરણ અંગે ઈસરોને માહિતી આપશે.
ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 આજે સાંજે 6. 04 વાગે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ઈસરોએ વિક્રમ લેન્ડરને લેન્ડ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૌથી પહેલા ઓટોમેટિક લેન્ડિંગ સીક્વેન્સ શરૂ કરાશે. જો કે હજુ લેન્ડર મોડ્યુલના નિર્ધારિત જગ્યા પર પહોંચવાની વાટ જોવાઈ રહી છે. તે 5.44 વાગ્યા સુધીમાં પહોંચે તેવી આશા છે.
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર થોડી જ વારમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ઉતરવાનો પ્રયાસ કરશે. બેંગ્લોરમાં ઈસરોના મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાંથી લાઈવ તસવીરો જોઈ શકો છો અને આ લિન્ક પરથી તમે લાઈવ પણ જોઈ શકશો.
દુનિયા ને દેખા INDIA કા દમ,ચંદા મામા કે ઘર પહુંચે હમ: ચંદ્રયાન-3ની ઐતિહાસિક ક્ષણ અંગે દેશમાં ઉત્સાહ
Trending Photos