Look Copied: શું દિવસો આવ્યા? હવે સારા અને કિયારાને પણ ઉર્ફીની કરવી પડે છે કોપી!
Bollywood Actress Copies Urfi Javed Looks: બોલિવુડ અભિનેત્રીઓના દિવસો બધા એક સરખા રહેતા નથી. ક્યારેક ચઢતી તો ક્યારેક પડતી આવે છે. બીજી બાજુ બોલિવુડ અભિનેત્રીઓ ફ્રેમસ થવા માટે અલગ અલગ અખતરા કરતી હોયા છે. ત્યારે ઉર્ફી જાવેદ તાજેતરમાં ફેશનનું બીજું નામ બની ગયું છે. અભિનેત્રીની તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. હવે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ ઉર્ફીની ફેશન સેન્સના દિવાના થઈ રહ્યા છે.
હાલમાં જ એક એવોર્ડ ઈવેન્ટના રેડ કાર્પેટની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જેમાં બોલિવૂડની હિરોઈનો એકથી વધુ બોલ્ડ અને શાનદાર લુકમાં ભાગ લેવા પહોંચી હતી, જ્યાં સારા અલી ખાન અને કિયારા અડવાણીના લુક્સને જોઈને દરેકને ઉર્ફી જાવેદનો જૂનો લૂક યાદ આવી ગયો હતો.
સારા અલી ખાનના ડ્રેસમાં કટ્સ જોઈને બધાને ઉર્ફીનો સાટિન પર્પલ ડ્રેસ યાદ આવી રહ્યો છે. જો કે સારાના ડિઝાઇનરે તેને ખૂબ જ અલગ ટચ આપ્યો હતો, પરંતુ નેટીઝન્સનું માનવું છે કે સારાને આ વિચાર ઉર્ફી પાસેથી જ આવ્યો હશે.
આ સાથે કિયારા અડવાણીનો પર્પલ સિક્વન્સ લુક પણ ઉર્ફીના જૂના જાંબલી લુકની યાદ અપાવે છે. ડ્રેસની નેક ડિઝાઈન પર નજર નાંખી તો તે સમાન જેવો જ લાગતો હતો.
તમને જણાવી દઈએ કે સારા અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે આ વખતે સારાએ બોલ્ડનેસની તમામ હદો વટાવીને પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી છે.
જ્યારે, લોકોની નજર કિયારા અડવાણીની સુંદરતા પર હટતી નહોતી. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં કિયારા પોતાના રિલેશનશિપને લઈને છવાયેલી છે.
Trending Photos