Health Tips: જમ્યા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

બાળપણમાં બધાને ખાવા પીવાના નિયમો શીખવાડવામાં આવતા હોય છે જે દરેકને જીવનમાં કામ પણ લાગતા હોય છે. સમયસર ભોજન કરવું ખુબ જરૂરી હોય છે. પરંતુ જો ભોજન કર્યા બાદ કેટલીક ભૂલો કરવામાં આવે તો મુશ્કેલીઓ થઈ શકે છે. આજે અમે તમને એવા 5 કામ કરી બતાવીશું કે જેને ભોજન કર્યા બાદ ભૂલેચૂકે કરવા જોઈએ નહીં. નહીં તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 

1. ચા-કોફી

1/5
image

તમે અનેકવાર જોયું હશે કે કેટલાક લોકો ભોજન કર્યા બાદ ચા કોફી પીતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તે કેટલું નુકસાનકારક બની શકે છે. ભોજન કર્યા બાદ ચા કોફી પીવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. ભોજન કર્યા બાદ તરત તમે હર્બલ ટી પી શકો છો. 

 

2. ગળ્યું

2/5
image

અનેક લોકોને ભોજન કર્યા બાદ ગળ્યું ખાવાનો શોખ હોય છે. ભોજન કર્યા બાદ ગળ્યું  ખાવાથી તમારું શુગર લેવલ તરત વધી શકે છે. ખાવાનું ખાધા બાદ ગળ્યાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તમને જો ગળ્યું કઈ ખાવું જ હોય તો ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. 

 

3. ફળ

3/5
image

જમ્યા બાદ ફળ અને જ્યૂસનું સેવન કરવાથી બચવું જોઈએ. જમ્યા બાદ ફળ અને જ્યુસનું સેવન ન કરવું કારણ કે જો આમ કરવામાં આવે તો તમને ખાવાનું પચાવવામાં મુશ્કેલી થઈ શકે છે. 

 

4. ઊંઘ

4/5
image

ભોજન કર્યા બાદ ઊંઘ આવે એ સામાન્ય વાત છે. પરંતુ ખાવાનું ખાધા બાદ તરત સૂઈ જવું એ ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી એસિડ રિફ્લેક્સ થઈ શકે છે અને અપચાની સમસ્યા થઈ શકે છે. 

 

5. પાણી

5/5
image

શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. આખા દિવસમાં યોગ્ય પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. જમ્યા બાદ બહુ પ્રમાણમાં પાણી પીવાથી બચવું જોઈએ.