ભૂલથી પણ ઘરમાં ના ઘુસવા દેતા આ રંગની બિલાડી, પગલાં પાડશે તો બરબાદી લાવશે!

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલી બાબતોને શુભ અને અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલતી આવે છે. તેથી જ કેટલી બાબતો અંગે લોકો ચુસ્તપણે પાલન કરતા હોય છે. જેને ઘણાં અંધશ્રદ્ધા પણ કહે છે. આવી જ એક માન્યતાની વાત અહીં કરવામાં આવી છે. શું તમારા ઘરમાં બિલાડી આવે તો સારું કે ખરાબ? જાણો કઈ બિલાડીના પગમાં હોય છે બરબાદીનું નિશાન? કયા રંગની બિલાડીના પગલાં પડતાની સાથે જ ઘર થઈ જાય છે બરબાદ? ઘરમાં સફેદ કે કાળા રંગની બિલાડી દેખાય તો શું કરવું? જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપવામાં આવેલાં શુભ-અશુભ સંકેતો વિશે વિગતવાર....

1/8
image

બિલાડી અંગે પણ વર્ષોથી અલગ અલગ માન્યતાઓ પ્રવર્તમાન છે. એમાંય ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં બિલાડીના રંગ અને તેના ગૃહપ્રવેશને લઈને મોટી વાત કરવામાં આવી છે. 

કયા રંગની બિલાડી આપે છે કેવો સંકેત?

2/8
image

કયા રંગની બિલાડી જોવામાં સારી લાગે છે, તો જો તમારા ઘરમાં સફેદ બિલાડી હોય તો આનો અર્થ એ છે કે તમારા માટે એક સારા સંકેત છે. આનો અર્થ એ છે કે, નકારાત્મક ઉર્જા તમારા ઘરથી સમાપ્ત થવા જઈ રહી છે. આ ઉપરાંત, તમને કોઈ સારા સમાચાર પણ મળવાના છે. 

કાળી બિલાડીનો સંકેત

3/8
image

કાળી બિલાડીને ઘરમાં રાખવી અને તેનો તમારા ઘરમાં પ્રવેશ પણ બની શકે છે ખરાબ સંકેત. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેને અશુભ માનવામાં આવે છે. 

સવારે બિલાડી દેખાય તો શું સમજવું? 

4/8
image

ખાસ કરીને જો તમને રોજ બિલાડી સાથે જોડાયેલા કેટલાક સંકેતો દેખાય તો આ કઈને કઈ શુભ કે અશુભ સંકેત આપી શકે છે. ઘણા પ્રાણીઓને સારા નસીબની નિશાની માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બિલાડીનો દેખાવ વ્યક્તિને ભવિષ્ય વિશે શું સંકેત આપે છે? એવી માન્યતા છેકે, જો સવારે બિલાડી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાન આવી રહ્યા છે અથવા તમે કોઈ ખાસ વ્યક્તિને મળવા જઈ રહ્યા છો.  

5/8
image

બિલાડ઼ી તમારા ઘરે રહીને દુઃખી થાય તો તમે પણ દુઃખી થાઓ છો. એટલે જ હંમેશા પ્રાણીઓને ખુશ રાખો.

6/8
image

જો તમને કાળી બિલાડી દેખાય તો તે તમારા માટે શુભ માનવામાં આવતી નથી. આનો અર્થ એ છે કે, તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે. તેમજ તમારા કામ બગડી શકે છે. એટલે તમારે જે કરવું હોય તે થોડું વિચારી વિચારીને કામ કરજો.

બિલાડી તમારા ઘરમાં બચ્ચા મુકે તો સારા સંકેતઃ

7/8
image

જો કોઈ બિલાડીએ તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપ્યો હોય તો તે તમારા માટે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે. એટલે કે જો તમારા ઘરમાં કોઇના લગ્નમાં અશાંતિ હોય કે લગ્નમાં અડચણો આવતી હોય તો આ તમામ સંકટો દૂર થઇ જશે અને જલ્દી જ તમારા ઘરમાં શુભ કાર્ય થઇ રહ્યા છે.

બિલાડી રડતી દેખાય તો શું સમજવું?

8/8
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે બિલાડીને રડતી જુઓ છો કે ઘરે આવીને રડે છે તો આ રાશિ તમારા માટે શુભ માનવામાં આવતી નથી. બિલાડી રડે એટલે કે, તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો તે કામમાં થોડી અડચણ આવી શકે છે. આ સાથે, જો તમે કોઈ બિલાડીને લડતા જુઓ છો, તો તે સૂચવે છે કે તમારા ઘરના પરિવારમાં ગ્રહોની વિપત્તિની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

(Discalaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)