Hurray! iPhone 12 કરતા પણ સસ્તો હશે iPhone 13 Mini, ફેન્સે કહ્યું- છોટા પેકેટ બડા ધમાકા

નવી દિલ્હી: Apple તેમની મોસ્ટ અવેટેડ સીરીઝને આગામી મહિને લોન્ચ કરી શકે છે. સીરીઝમાં કથિત રીતે iPhone 13, iPhone 13 મીની, iPhone 13 Pro અને iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ છેલ્લું વર્ષ હશે જ્યારે આપણને ઓછી માંગને કારણે મીની-સીરીઝ જોવા મળશે. આજે અમે તમને જણાવીશું iPhone 13 Mini વિશે ખાસ વાતો, જે અત્યારે સામે આવી છે.

Apple iPhone 13 મીનીની લોન્ચ તારીખ

1/5
image

Apple સત્તાવાર રીતે તેની આગામી પેઢીના iPhones ને લોન્ચ કરવાની તારીખની જાહેરાત કરી નથી, પરંતુ અપેક્ષા છે કે તે આવતા મહિને તેની સામાન્ય ટાઈમલાઈન પર લોન્ચ થશે. Wedbush વિશ્લેષકોના મતે, કંપની સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં આઇફોન 13 મીની સહિત આગામી પેઢીના આઇફોનને લોન્ચ કરશે. (Photo: wccftech)

Apple iPhone 13 mini ડિઝાઇન

2/5
image

iPhone 13 mini ની ડિઝાઇન, કેમેરા પ્લેસમેન્ટ અને ઘણી નાની નોચ ઉપરાંત iPhone 12 mini થી અલગ નથી. કંપની તેના પર એક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે તેના પર નવી કનેક્ટર પિન પણ રજૂ કરી શકે છે. (Photo: Apple Insider)

Apple iPhone 13 mini ના સ્પેસિફિકેશન્સ

3/5
image

IPhone 13 mini માં 5.4 ઇંચ LTPO ડિસ્પ્લે 60Hz ના રિફ્રેશ રેટ સાથે સ્પોર્ટ કરવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિવાઈસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હોઈ શકે છે. ડિવાઈસ નવી A15 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે 4nm પ્રોસેસ પર આધારિત હોવાની ધારણા છે. તે 2,227mAh બેટરીને બદલે 2,406mAh બેટરી સાથે આવી શકે છે. તમામ iPhone 13s ને અપગ્રેડ કરેલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ મળશે અને તેમાં LiDAR સેન્સર હશે. (Photo: Apple Insider)

Apple iPhone 13 મીની કિંમત

4/5
image

ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે Apple દ્વારા iPhone 13 સીરીઝનો iPhone 12 સીરીઝ સમાન લોન્ચ કિંમત પર લોન્ચ કરે તેવી અપેક્ષા છે. iPhone 13 મીનીની કિંમત 699 ડોલર (અંદાજે 52,042 રૂપિયા) થી શરૂ થવાની ધારણા છે. (Photo: Apple Insider)

Apple iPhone 13 Mini: રિલીઝ ટાઈમલાઈન

5/5
image

Apple દર વર્ષે તેના આઇફોનને મોડેથી લોન્ચ કરી રહ્યું છે. એવી અપેક્ષા છે કે આ વર્ષે આઇફોન 13 સીરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે. ડિવાઈસનું વેચાણ સપ્ટેમ્બરના અંત સુધીમાં શરૂ થશે. Wedbush વિશ્લેષક ડેનિયલ ઇવેસના જણાવ્યા અનુસાર, કંપની 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર વચ્ચે ડિવાઇસ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. (Photo: Apple Insider)