નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી

Gujarat Monsoon Update: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારે છે. એટલું જ નહીં એક સાથે આખા અઠવાડિયાની ભયાનક આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યા કેવો રહેશે વરસાદ તે પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલ માટે પણ ઘાતક આગાહી કરાઈ છે.

1/9
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.  

2/9
image

ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી થોડી વારે ધૂપ છાવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજા લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટીયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાં જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ રહેશે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જયારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. 

3/9
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે.

આજે ક્યાં-ક્યાં પછી શકે છે વરસાદ?

4/9
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે ગુજરાતના કેટલાં હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી,સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર  સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે.

સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે

5/9
image

ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

6/9
image

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.

7/9
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, અત્યાર સુધી સરેરાશ કરતા 1 ટકા વધુ વરસાદ થયો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. આ સાથે જ ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના પણ રહેશે.

8/9
image

એક બે દિવસ નહીં હવામાન વિભાગે કરી દીધી છે આખા સપ્તાહ માટેની આગાહી. 10 જુલાઈથી લઈને આગામી 16 જુલાઈ એટલેકે, એક સપ્તાહ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા સુરત, વલસાડ, વાપી, નવસારીમાં ભારે વરસાદની શક્યતા ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે આણંદ, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડશે મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ પડશે કચ્છ જિલ્લામાં પણ મધ્યમ વરસાદની આગાહી હાલમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય

વરસાદી ટ્રફ લાઈન ગુજરાતના માથા પર

9/9
image

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. 

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastMonsoon 2024monsoon alertIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીrain forecast in gujaratGujarat Monsoon 2024Gujarat Rain forecastગુજરાતમાં વરસાદ ક્યારેAmbalal Patelઆંધી તોફાન સાથે વરસાદની આગાહીMonsoon Updateવીજળીના કડાકા સાથે વરસાદગાજવીજ સાથે વરસાદthunderstrome forecastParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવીજળી પડીપાણી ભરાયાઆગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમેઘો મુશળધારભારે વરસાદની આગાહીવરસાદી માહોલસર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમFlood Alert