કેમના નીકળશે આગામી 7 દિવસ! ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી, બે સિસ્ટમ વિનાશ વેરશે!

Gujarat Monsoon: સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઓફસેર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં કાલે વડોદરા, છોટાઉદેપુર અને અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, ભાવનગર  અને બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

1/5
image

અતિભારે વરસાદ આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહ્યાં છે. જ્યાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.

2/5
image

અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદયપુર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ. દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

3/5
image

નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને પગલે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે. તેના માટે તંત્ર દ્વારા માછીમારોને દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

4/5
image

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવનને ભારે અસર પહોંચી છે. ત્યારે હવામાન વિભાગે જુલાઈમાં પડેલા વરસાદી આંકડા જાહેર કર્યા છે. જેમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પડ્યો હોવાની વાત સામે આવી છે. દ્વારકામાં સરેરાશ વરસાદ કરતાં 1422 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

5/5
image

ગુજરાતમાં સામાન્ય રીતે રેકોર્ડબ્રેક વરસાદ પડતો નથી, પરંતુ દરયા કિનારાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદે સમગ્ર દેશમાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારતના 788 જિલ્લાઓમાંથી 700 ટકાથી વધુમાં વધુ વરસાદ વાળા ત્રણ જિલ્લા ગુજરાતના છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સામેલ છે. 17થી 24 જુલાઈની વચ્ચે 1422 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ પોરબંદરમાં 1101 ટકા અને જૂનાગઢમાં 712 ટકા વરસાદ નોંધાયો છે. આખા ભારતમાં 6 જિલ્લાઓમાં સાપ્તાહિત સામાન્ય વરસાદથી 500 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાંથી ચાર ગુજરાત અને બે આંધ્રપ્રદેશમાંથી છે. 

Ambalal Patelgujarat weather forecastpredictioncycloneMaySummerHeatwaveGujarat Weatherweather updatesindia weather forecastsummer 2023summer in indiaગુજરાતમાં ગરમીઆકરી ગરમીઅંબાલાલ પટેલઆગાહીગરમીની આગાહીઉનાળોગરમીનો પારોહીટવેવહવામાન વિભાગવાતાવરણમાં પલટોવરસાદની આગાહીકમોસમી વરસાદમાવઠુંunseasonal rainmavthuAmbalal Patel Gujarat monsoon prediction 2023Ambalal Patel newsGujarat monsoon predictionGujarat monsoon prediction newsGujarat weather updateઅંબાલાલ પટેલ આગાહીગુજરાત વરસાદ આગહીઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલનો વરતારોચોમાસુંભીષણ ગરમીWHOuniversity of cambrigeheatwave alertmonsoonવાવાઝોડુંમે મહિનોઅંબાલાલની આગાહીવાવાઝોડાની આગાહીબંગાળની ખાડીવાવાઝોડું આવે છેચક્રવાતગુજરાતનું હવામાનગુજરાતનું ચોમાસુંgujarat rainrain in gujaratrain todayઅમદાવાદમાં ગરમીઅમદાવાદનું તાપમાનઅમદાવાદ હવામાન કેન્દ્રઓરેન્જ એલર્ટOrange Alertahmedabad weathergujarat maximum tem