સાયન્સ સિટી 2.0 માં આખા કેમ્પસની કાયાપલટ થઈ, તસવીરો જોઈને અમેરિકામાં આવ્યા જેવુ લાગશે

પ્રધાનમંત્રી મોદી સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ નવિન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે

બ્રિજેશ દોશી/અમદાવાદ :પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાયન્સ સિટી (science city) માં નિર્માણ પામેલા ત્રણ નવિન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. આ પહેલા સાયન્સ સિટીની કેવી કાયાપલટ થઈ છે તે તસવીરોમા જોઈએ. 
 

1/9
image

પ્રધાનમંત્રી આજે 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરીનું પણ ઓપનિંગ કરશે. જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એકવેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ ૬૮ ટેન્ક છે. ખાસ ર૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરીમાં ૧૮૮ પ્રજાતિઓના ૧૧,૬૦૦થી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાય છે. ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશિયન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિએટર છે તેનો લોકાર્પણ કરશે.

2/9
image

સાયન્સ સિટી પરિસરમાં રૂ. ૧ર૭ કરોડના ખર્ચે ૧૧૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના ર૦૦થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે.   

3/9
image

ગેલેરીના અલગ અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગિતાનું પ્રદર્શન છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડીફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી રોબોટ્સ. રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલ ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં આવશે. તે સુવિધાઓનું પણ ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. 

4/9
image

વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઊંડેડ સ્લોથ બેર, ઊધઇના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. મુલાકાતને યાદગાર બનાવવા સેલ્ફી કોર્નર પણ છે તેવા નેચર પાર્કનું પણ ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે.

5/9
image

ત્રીજું નવિન આકર્ષણ રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલો નેચર પાર્ક છે જે ર૦ એકરમાં પથરાયેલો છે. આ નેચર પાર્કમાં મિસ્ટ બાંબૂ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલ પ્લે એરિયા છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલૈયા પણ છે. 

6/9
image

7/9
image

8/9
image

9/9
image