શાબાસ સુરતીઓ! રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડી તૈયાર કરવામાં આવી, જે 100 વર્ષથી વધુ ચાલશે

ચેતન પટેલ/સુરત: રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેન ના અતિ પવિત્ર પર્વ તરીકે ઓળખાય છે. આ પવિત્ર પર્વ પર સુરતમાં ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે. જે 100થી પણ વધુ વર્ષ ચાલશે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે પૂજાની વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે તે તમામ વસ્તુઓથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે જેમાં રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ, સહિત અન્ય વસ્તુઓ સામેલ છે અને સૌથી અગત્યની વાત આ છે કે આ પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન કરવા માટે વાપરવામાં આવી છે.

1/4
image

રક્ષાબંધનના પર્વ પર બહેનો ભાઈ માટે સૌથી અનોખી રાખડી પસંદ કરતી હોય છે. આ વખતે સુરતમાં ખાસ રાખડી બનાવવામાં આવી છે. આર્ટિસ્ટ આયુષી દેસાઈએ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરી છે આ કસ્ટમાઈઝ રાખડીની ખાસિયત છે કે આ રાખડી ની અંદર રુદ્રાક્ષ મોર પંખ ભસ્મ, ચંદન, ધાન્ય મોરપંખ તુલસી અનેક એવી વસ્તુઓ છે જે પૂજા સામગ્રીમાં વાપરવામાં આવતી હોય છે. જોવામાં ખૂબ જ સુંદર લાગે છે અને અન્ય રાખડીઓ કરતા એની ખાસિયત આ પણ છે કે રક્ષાબંધન પછી ભાઈ આ ખાસ રાખડીને પેન્ડલ, બ્રેસલેટ અથવા તો કિચન તરીકે પણ વાપરી શકે છે.

2/4
image

આર્ટિસ્ટ આયુષી દેસાઈએ જણાવ્યું હતું, કસ્ટમાઈઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે જેની પાછળનું કારણ છે કે બહેન દર વર્ષે પોતાના ભાઈને કંઈક અનોખી રાખડી બાંધવા ઈચ્છે છે. ખાસ કેમિકલ ની અંદર આ પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે ડિઝાઇન મુજબ અને ઓર્ડર મુજબ મૂકવામાં આવે છે અને એક રાખડી બનાવવામાં બે થી ત્રણ દિવસ લાગે છે ઓર્ડર પ્રમાણે જો કોઈને રુદ્રાક્ષ અને ચોખાની અથવા તો અન્ય કહી શકાય તેવા મોર પંખ અથવા તો તુલસીની રાખડી જોઈએ તો તે જ પ્રમાણે અમે રાખડી બનાવી રહ્યા છે. 

3/4
image

સૌથી અગત્યની વાત છે એ છે કે આ રાખડી વર્ષો સુધી ચાલે છે જેનો ઉપયોગ અન્ય વસ્તુ તરીકે પણ ભાઈ કરી શકે છે જે યાદગાર રહેશે.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે, આ રાખડી ની અંદર ગોલ્ડ પરત થી ડિઝાઇન પણ કરવામાં આવી છે જે તેને સાઈન આપે છે કારણ કે હિન્દુ ધર્મમાં સોનાને પણ પવિત્ર ગણવામાં આવે છે અને પવિત્ર તહેવારમાં તેનું મિશ્રણ થાય તો રાખડી તમામ રીતે વધુ સુંદર લાગવા લાગે છે. રાખડી ની કિંમત 70 થી સો રૂપિયા છે.

4/4
image

ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગુજરાતીઓ રહે છે અથવા તો જ્યાં સ્ટોર છે ત્યાં હું ઓર્ડર પ્રમાણે તેમને આ રાખડી મોકલું છું કુરિયર થકી તેમને આ રાખડી મોકલવામાં આવતી હોય છે. ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવામાં આવે છે.