હાર્ટબર્ન અને એસિડિટી થઈ જશે ગાયબ! આ 5 શાક ગરમીમાં પણ પાચનક્રિયા રાખશે એક્ટીવ

BEST VEGETABLES FOR SUMMER: ઉનાળો આવતાની સાથે જમવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. કારણકે, ઉનાળામાં ગરમીના કારણે કંઈ જમી શકાતું નથી. જમ્યાં પછી ભારે અકળામણ થતી હોય છે. આવી સ્થિતિમાં અહીં આપવામાં આવ્યાં છે એવા પાંચ બેસ્ટ શાકભાજી, જેના સેવનથી ગરમીમાં પણ પાંચનતંત્ર રહેશે એકદમ એક્ટીવ.

દૂધી

1/5
image

દૂધી એક એવું શાક છે જે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન પ્રક્રિયાને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. તમે દૂધીની ખીર અથવા શાક બનાવીને તેનું સેવન કરી શકો છો.

કારેલા

2/5
image

કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ તેના ફાયદા અસંખ્ય છે. કારેલા પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. કારેલાનું જ્યુસ કે શાક બનાવીને સેવન કરી શકાય છે. જો કે, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ કારેલાનું સેવન ટાળવું જોઈએ.

પાલક

3/5
image

પાલક આયર્ન અને ફોલિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે. પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખવાની સાથે તે પેટને સાફ કરવામાં પણ મદદ કરે છે. તમે દાળ, સૂપ કે સલાડમાં પાલકનો સમાવેશ કરી શકો છો.

કાકડી

4/5
image

કાકડીમાં પાણી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ઉનાળાના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે જ તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તમે કાકડીને સલાડ તરીકે અથવા રાયતા સાથે ખાઈ શકો છો.  

ટામેટા

5/5
image

ટામેટાનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં થાય છે. ટામેટાંમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, તે પેટના અલ્સરને રોકવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)