આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી આપણા અંબાલાલે કરી મોટી આગાહી

Cyclone Remal West Bengal: પ્રિ-મોન્સૂન સીઝન દરમિયાન બંગાળની ખાડીમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે. ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે.

બંગાળની ખાડીમાં હવાનું સર્જાયેલા દબાણ  25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.બીજી બાજુ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 26 મેથી 4 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે.

1/8
image

Cyclone Remal: 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાનીઆગાહી અંબાલાલ પટેલે કરી છે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.

2/8
image

આજથી 26 મે સુધીમાં બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર રહેશે. આજથી દક્ષિણ-પશ્ચિમી તટો પર ભારે વરસાદ રહેશે. તે વખતે પવનની ગતિ 100 કિ.મી પર રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સુરત, આહવા, વલસાડ, ડાંગ, ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે.

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

3/8
image

આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વિકસતું આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં ભારે અસર પડશે.

ભારે વરસાદનું એલર્ટ

4/8
image

આ જિલ્લાઓમાં 25મીથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26મીએ પવનની ઝડપ 80થી 100 કિલોમીટરની વચ્ચે રહેશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.

ગયા વર્ષે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'મોચા' ત્રાટક્યું હતું.

5/8
image

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે પ્રી-મોનસૂન અને ચોમાસા દરમિયાન હિંદ મહાસાગરમાં તોફાનો આવે છે. વાવાઝોડા અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડી ઉપર બને છે. આ વર્ષે, પ્રિ-મોન્સૂન દરમિયાન એટલે કે એપ્રિલ અને જૂનની વચ્ચે (ભારતમાં ચોમાસું મજબૂત ન થાય ત્યાં સુધી) વાવાઝોડાની શક્યતા ઓછી હતી. જો કે આ વખતે ચોમાસામાં ભારે તોફાન આવવાના છે. ગયા વર્ષે 2023 માં બંગાળની ખાડી પર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'મોચા' આવ્યું હતું. લાંબી દરિયાઈ મુસાફરી પછી, વાવાઝોડું મ્યાનમાર તરફ આગળ વધ્યું અને 14 મે 2023 ના રોજ સિત્તવે નજીક દરિયાકાંઠાને ટકરાયું હતું.

રેમલ આ વર્ષનું પ્રથમ પ્રી-મોન્સુન વાવાઝોડું

6/8
image

આ વખતે એપ્રિલ મહિનામાં કોઈ વાવાઝોડું આવ્યું નથી અને આ વર્ષનું પ્રથમ પ્રિ-મોન્સુન તોફાન મે મહિનામાં આવી રહ્યું છે. જો કે, પ્રિ-મોન્સુન તોફાનો એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ વખત આવે છે અને તેમની સંખ્યા અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે છે.  

5 વર્ષથી એપ્રિલમાં કોઈ વાવાઝોડું આવ્યું નથી

7/8
image

છેલ્લા 5 વર્ષથી હિંદ મહાસાગરમાં એપ્રિલ મહિનામાં કોઈ વાવાઝોડું સર્જાયું નથી. રેકોર્ડ્સ અનુસાર, છેલ્લી વખત એપ્રિલ 2019 માં બંગાળની ખાડી પર અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'ફાની' આવ્યું હતું. ફાની એ CAT-V સમકક્ષનું તોફાન હતું, જે 26 એપ્રિલ, 2019 ના રોજ રચાયું હતું. આ ચક્રવાત, લાંબી દરિયાઈ યાત્રા પર પુરીને પાર કર્યા પછી, 3 મેના રોજ ઓડિશા નજીકના દરિયાકાંઠે અથડાયું હતું.

IMDએ આપી છે ચેતવણી

8/8
image

હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.  

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો ઝડપથી પોતાની ગતિ વધારી રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની તાકાત જાળવી રાખે છે. જેના કારણે ચોમાસા પર અસર થશે. 

Gujarat weather updateWeather Forecastrain forecastmonsoonચોમાસુંવરસાદની આગાહીહવામાન નિષ્ણાંતgujarat weather forecastHeat relief prediction GujaratRain forecast GujaratCyclone alert Gujaratambalal patel weather predictionMonsoon forecast GujaratGujarat weather updateAmbalal patel cyclone predictionWeather forecast in GujaratAmbalal Patel weather analysisગુજરાત હવામાનની આગાહીગરમીથી રાહતની આગાહી ગુજરાતવરસાદની આગાહી ગુજરાતચક્રવાત ચેતવણી ગુજરાતઅંબાલાલ પટેલ હવામાનની આગાહીચોમાસાની આગાહી ગુજરાતગુજરાત હવામાન અપડેટઅંબાલાલ પટેલ ચક્રવાતની આગાહીગુજરાતમાં હવામાનની આગાહીઅંબાલાલ પટેલ હવામાન વિશ્લેષણ. CyclonestormIndia Meteorological DepartmentIMD Red Alertweather updatesચક્રવાતવાવાઝોડુઓરિસ્સાગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુંબંગાળની ખાડીઅરબ સાગરવાવાઝોડાની અસરCyclone updateBay of Bengallow pressure in bay of bengalodisha cyclone impactodisha cyclone newsodisha heavy rainfallodisha heavy rainfall forecastHeavy Rainfall Forecastcoastal odishaSouth