Yellow Teeth: માત્ર 5 રુપિયાના ખર્ચે પીળા પડેલા દાંત થઈ જશે મોતી જેવા સફેદ, ટ્રાય કરો એકવાર
Get Rid of Yellow Teeth: સફેદ મોતી જેવા દાંત જ્યારે પીળા પડવા લાગે તો તેના કારણે શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનું નિવારણ કરવામાં ન આવે તો પાયરીયા અને દાંત સંબંધિત અન્ય સમસ્યા પણ થઈ શકે છે.
Trending Photos
Get Rid of Yellow Teeth: પીળા પડેલા દાંત જણાવે છે કે તમારી ઓરલ હેલ્થ સારી નથી અને તમે બરાબર રીતે દાંતની સફાઈ કરતા નથી. સફેદ મોતી જેવા દાંત જ્યારે પીળા પડવા લાગે તો તેના કારણે શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનું નિવારણ કરવામાં ન આવે તો પાયરીયા અને દાંત સંબંધિત અન્ય સમસ્યા પણ થઈ શકે છે.
પીળા દાંતને સફેદ કરવા માટે ટીથ વાઈટનીંગ ટ્રીટમેન્ટ પણ થાય છે. પરંતુ તેમાં વધારે ખર્ચો થાય છે. જો તમારે ઓછા ખર્ચે પીળા પડેલા દાંતને ચમકાવવા હોય તો આજે તમને સરળ ઘરેલુ નુસખા જણાવીએ. આ ઘરેલુ નુસખા કરવાથી દાંતની પીળાશ ઝડપથી દૂર થશે અને તેને કરવા માટે માત્ર પાંચ રૂપિયાનો ખર્ચ થશે.
પીળા પડેલા દાંતને મોતી જેવા ચમકાવવા હોય તો આ ઘરેલુ નુસખો ખૂબ જ અસરકારક છે. તેને કરવાની સાથે જ તમને દાંતમાં ફરક દેખાવા લાગશે. આ નુસખો અજમાવવામા તમારે પાંચ રૂપિયાનો જ ખર્ચ કરવો પડશે. સાથે જ સમય પણ વધારે નહીં જાય..
આ નુસખો અજમાવવા માટે એક વાટકીમાં એક ઇનોનું પેકેટ લેવું. હવે તેમાં થોડું નાળિયેર તેલ ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી દાંત ઉપર પાંચ મિનિટ સુધી બ્રશ કરો. આ રીતે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત બ્રશ કરવાનું રાખો. એક અઠવાડિયું જશે ત્યાં તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે