Black Hair Tips: સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં

Black Hair Tips: સામાન્ય રીતે વાળમાં તમે નાળિયેરના તેલનો ઉપયોગ કર્યો હશે. પરંતુ જો સફેદ વાળની સમસ્યા સતાવતી હોય તો તલનું તેલ વાળ માટે વરદાન સાબિત થઈ શકે છે. તલના તેલમાં એવા પોષક તત્વો હોય છે જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે સફેદ વાળ માટે તલના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

Black Hair Tips: સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં

Black Hair Tips: આધુનિક જીવનશૈલીમાં લોકોને નાની ઉંમરમાં જ કેટલીક સમસ્યાઓ સતાવવા લાગે છે. આવી જ એક સમસ્યા છે સફેદ વાળની. વાળ વધતી ઉંમરે સફેદ થાય તો પણ લોકોને પસંદ નથી, તેવામાં જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે લોકો અનેક પ્રકારના નુસખા અજમાવવા લાગે છે. વાળને કુદરતી રીતે સફેદમાંથી કાળા કરવા માટે આમ તો અનેક નુસખા વિશે તમે સાંભળ્યું હશે પરંતુ આજે તમને તેલ લગાડવાનો એક અસરકારક ઉપાય જણાવીએ. 

સામાન્ય રીતે વાળમાં તમે નાળિયેરના તેલનો ઉપયોગ કર્યો હશે. પરંતુ જો સફેદ વાળની સમસ્યા સતાવતી હોય તો તલનું તેલ વાળ માટે વરદાન સાબિત થઈ શકે છે. તલના તેલમાં એવા પોષક તત્વો હોય છે જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે સફેદ વાળ માટે તલના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો:

જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હોય તો વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તલના તેલ અને મહેંદીનો ઉપયોગ કરવો. જો તમે આ બંને વસ્તુને આ રીતે ઉપયોગમાં લેશો તો કલર કરાવ્યા વિના જ સફેદ વાળ કાળા થવા લાગશે અને વાળ વધારે ચમકદાર તેમજ સ્વસ્થ પણ બનશે. 

કેવી રીતે તૈયાર કરવું સફેદ વાળ માટે તેલ? 

સૌથી પહેલા એક કપ તલના તેલને ગરમ કરો. હવે આ તેલમાં એક ચમચી મહેંદીનો પાવડર અથવા તો મહેંદીના પાન ઉમેરીને સારી રીતે ઉકાળો. જ્યારે બંને વસ્તુ સારી રીતે ઉકળી જાય તો તેને ઠંડી થવા દો. હવે તેલને ગાળી અને વાળમાં સારી રીતે લગાડી માલિશ કરો. આ તેલને રાત આખી માથામાં રહેવા દો અને સવારે વાળને શેમ્પુ કરો.

નિયમિત રીતે તમે આ તેલનો ઉપયોગ કરશો તો સફેદ વાળની સમસ્યા દુર થઈ જશે. તમે મહેંદીના પાન ઉપરાંત વાળને કાળા કરવા માટે તલના તેલમાં લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. લીમડાના પાનવાળું તેલ પણ વાળને મજબૂત બનાવે છે અને વાળ કાળા કરવામાં મદદ કરે છે. આ તેલનો ઉપયોગ નિયમિત રીતે કરશો તો ખરતા વાળની સમસ્યાથી પણ મુક્તિ મળી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news