કલાકો સુધી ટીવી જોવાની આદત હોય તો સાવધાન! આ ગંભીર બીમારીઓના તમે બની શકો છો શિકાર

જો તમે રોજ 4થી 5 કલાક ટીવી જોવું તો થઈ જાઓ સાવધાન. હાલમાં જ એક રિસર્ચ મુજબ, 4થી 5 કલાક ટીવી જોવું હ્રદય સંબંધિત બિમારીને નોતરે છે. જાણો શું કહે છે રિસર્ચ..

કલાકો સુધી ટીવી જોવાની આદત હોય તો સાવધાન! આ ગંભીર બીમારીઓના તમે બની શકો છો શિકાર

નવી દિલ્લીઃ ભલે લોકો પાસે પોતાના ફોન આવી ગયો હોય. પણ ઘરમાં આવતા જ લોકોનું સૌથી પહેલું ધ્યા તેમના ટીવી પર જાય છે. ટીવી જોવું લોકોના જીવનનો મહત્વુપૂર્ણ ભાગ બની ગયો છે. પણ અમે તમને ચેતવી દઈએ છે કે, જો તમે સતત લાંબા સમય સુધી ટીવી જોશો તો તમને કોરોનરી હાર્ડ ડિઝીઝનો ખતરો વધે છે. જી હાં, હાલમાં એક જ રિસર્ચમાં સામે આવ્યું છે કે, લાંબા સમય સુધી ટીવી જોવાથી હ્રદયથી જોડાયેલી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે છે.

આ રિસર્ચ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અને હૉંગકોંગ વિશ્વવિદ્યાલય દ્વારા કરાયું છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે જો કોઈ વ્યક્તિ રોજ નિયમિત રીતે 1 કલાકથી ઓછું ટીવી જોય છે તે તેને 11 ટકા કોરોનરી હાર્ટ ડિઝીઝ થવાનું જોખમ ઓછું છે. જણાવી દઈએ કે જો વ્યક્તિ લાંબા સમય સુધી બેસે છે અને શારીરિક ગતિવિધીથી દૂર રહે છે તો તેને હ્રદયની બિમારીનું જોખમ વધે છે. રિસર્ચર્સે યૂકે બાયોબેંકનો ડેટા શેર કર્યો છે. જે મુજબ સ્ક્રીન સામે લાંબા સમય બેસી રહેવાથી વ્યક્તિના જીવનમાં શારીરિક ગતિવિધીને કમી ઉત્પન્ન થાય છે. જેના પગલે કોરોનરી હાર્ટ ડિઝીઝનું જોખમ વધી શકે છે.

કેવી રીતે કરાયું રિસર્ચ-
5 લાખ વધુ લોકોના પૉલિજેનિક જોખમ સ્કોર કમ્પાઈલ કરાયા, રિસર્ચર્સે જોયું કે નિયમિત 4થી 5 કલાક ટીવી જોનારા લોકોને હ્રદય રોગનો ખતરો સૌથી વધુ હોય છે. જ્યારે, જે લોકો પ્રતિદિવસ 2થી 3 કલાક ટીવી જોઈ છે, તેમનામાં હ્રદય રોગ વિકસિત થવાનો દર 6 ટકાથી ઓછો છે. જ્યારે, 1 કલાકથી ઓછું ટીવી જોનારાઓની રિસ્ક ફેક્ટર ઓછું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news