Village Of Cooks: ભારતનું એક અનોખું ગામ જ્યાં દરેક ઘરના પુરુષો હોય છે રસોઈમાં નિપુણ, નાનપણથી શીખે છે રસોઈની કલા

Village Of Cooks: અહીંના પુરુષો ભોજન બનાવવા માટે એટલા નિપુણ હોય છે કે જો તેમને જરૂરી દરેક વસ્તુઓ પૂરી પાડવામાં આવે તો ગણતરીની કલાકોમાં તેઓ હજારો લોકો માટે ભોજન તૈયાર કરી શકે છે. 

Village Of Cooks: ભારતનું એક અનોખું ગામ જ્યાં દરેક ઘરના પુરુષો હોય છે રસોઈમાં નિપુણ, નાનપણથી શીખે છે રસોઈની કલા

Village Of Cooks: રસોઈ એક કળા છે. દરેક વ્યક્તિ આ કલામાં પારંગત નથી થઈ શકતી. ઘણા લોકોનું આખું જીવન વીતી જાય છે પરંતુ તે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકતા નથી. રસોઈ માટે એવું કહેવાય છે કે જેના ઉપર માં અન્નપૂર્ણાનો આશીર્વાદ હોય તે જ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે છે. પરંતુ ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાં એક નહીં અનેક પુરુષો સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં પારંગત છે. આ ગામમાં દરેક ઘરમાં એક શેફ છે તેવું કહી શકાય. અહીં દરેક ઘરના પુરુષોને નાનપણથી જ પાકશાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવે છે. અહીંના પુરુષો સ્વાદિષ્ટ ભોજન બનાવવાની કલાને સારી રીતે જાણે છે. આ ગામને રસોઈયાઓનું ગામ પણ કહેવામાં આવે છે.

તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં કલાયુર નામનું ગામ આવેલું છે. આ ગામમાં પ્રવેશ કરવાની સાથે જ તમને મસાલેદાર ભોજનની સુગંધ આવવા લાગશે. એકદમ સામાન્ય અને નાનકડું આ ગામ ભોજનની બાબતમાં સ્વર્ગ સમાન છે. કલાયુર ભારતના 200 બેસ્ટ મેલ કૂકનું ઘર પણ છે. તેવામાં પ્રશ્ન એવો પણ થાય કે આ ગામના દરેક પુરુષોને પાકશાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે મળે છે? તો તમને જણાવી દઈએ કે આ પરંપરા આજકાલની નહીં પરંતુ 500 વર્ષ પહેલાની છે. 

500 વર્ષ પહેલા અહીં રેડ્ડિયાર નામની એક જાતિ રહેતી હતી. સમાજ વ્યવસ્થામાં તેમનો દરજ્જો ઉપર માનવામાં આવતો હતો, તેઓ વેપારી હતા. તેમણે પોતાનું ભોજન બનાવવાની જવાબદારી વનિયારી લોકોને આપી હતી. તે સમયે ખેતી એક ફાયદાકારક વેપાર ન હતો તેથી આ જાતિના લોકો પાક શાસ્ત્રમાં નિપુણ થવા લાગ્યા જેથી તેમને વેપારીઓને ત્યાં ભોજન બનાવવાની નોકરી મળી જાય. આ જાતિના લોકો પાસે ઘણી બધી ગુપ્ત રેસીપીઓ પણ હતી જેના કારણે તેઓ અન્ય કરતા સારું ભોજન બનાવી શકતા હતા. બસ આ રીતે આ પરંપરા શરૂ થઈ અને હવે આ ગામમાં પુરુષો ભોજન બનાવે તે એક સામાન્ય વાત બની ગઈ છે.

અહીંના પુરુષો છ મહિના સુધી દક્ષિણ ભારતની યાત્રા કરે છે અને અલગ અલગ મેળા તેમજ સમારોહમાં ભોજન બનાવી લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસે છે. અહીંના લોકો લગ્ન તેમજ જન્મોત્સવમાં પણ ભોજન બનાવવા જાય છે. અહીંના પુરુષો ભોજન બનાવવા માટે એટલા નિપુણ હોય છે કે જો તેમને જરૂરી દરેક વસ્તુઓ પૂરી પાડવામાં આવે તો ગણતરીની કલાકોમાં તેઓ હજારો લોકો માટે ભોજન તૈયાર કરી શકે છે. 

કલાયુરમાં નાનપણથી જ બાળકોને ભોજન બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. સૌથી પહેલા અહીં શાક સમારવાનું શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ખેતરમાંથી તાજા ફળ અને શાકભાજી તોડવા અને પસંદ કરવાની કળા પણ શીખવવામાં આવે છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ એક પછી એક કલા શીખે છે. શરુઆતની ટ્રેનિંગ બાદ તેને નવી નવી વાનગીઓ પણ શીખવાડવામાં આવે છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતીસામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news