Dandruff: આ ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી 7 દિવસમાં ડેન્ડ્રફ થશે દુર, આજથી જ શરુ કરી દો ઉપયોગ

Dandruff: આજે તમને ડેન્ડ્રફથી મુક્તિ અપાવે તેવા રામબાણ ઈલાજ વિશે જણાવીએ. ડેન્ડ્રફને દૂર કરવા માટે જો તમે પણ આ ઘરગથ્થુ ઉપાય આપશો તો વાળ સિલ્કી બનશે અને સાથે જ સાત દિવસની અંદર ડેન્ડ્રફ દૂર થઈ જશે. 

Dandruff: આ ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી 7 દિવસમાં ડેન્ડ્રફ થશે દુર, આજથી જ શરુ કરી દો ઉપયોગ

Dandruff: શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે. ડેન્ડ્રફ થી છુટકારો મેળવવા માટે અલગ અલગ પ્રકારના શેમ્પૂ અને હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને આ પ્રોડક્ટ ફાવતા નથી અને તેનો ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે છે અથવા તો વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને ડેન્ડ્રફથી મુક્તિ અપાવે તેવા રામબાણ ઈલાજ વિશે જણાવીએ. ડેન્ડ્રફને દૂર કરવા માટે જો તમે પણ આ ઘરગથ્થુ ઉપાય આપશો તો વાળ સિલ્કી બનશે અને સાથે જ સાત દિવસની અંદર ડેન્ડ્રફ દૂર થઈ જશે. 

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઈલમાં એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે જે ડેન્ડ્રફ સામે લડવામાં અસરકારક છે. સાથે જ ડેન્ડ્રફથી થતા ફંગસને પણ તે દૂર કરે છે. ટી ટ્રી ઓઇલ વાળને પોષણ આપે છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે ટી ટ્રી ઓઇલ અને બદામ ના તેલ ને મિક્સ કરીને વાળના મૂળમાં લગાડો. તેને થોડી કલાક રહેવા દો અને પછી હેર વોશ કરી લો.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગરમાં એસિટીક એસિડ હોય છે. જે સ્કેલ્પના પીએચ લેવલને બેલેન્સ કરે છે. તેના માટે એક ચમચી વિનેગરમાં ત્રણ ચમચી પાણી મિક્સ કરીને તેને સ્કેલ્પ પર લગાડો. 30 મિનિટ પછી હેર વોશ કરી લો.

ડુંગળીનો રસ

આજના સમયમાં ઘણી એવી પ્રોડક્ટ મળે છે જેમાં ડુંગળીના રસને મિક્સ કરવામાં આવે છે પરંતુ આવા પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોય છે. આવા પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે તમે ડાયરેક્ટ ડુંગળીનો રસ પણ સ્કેલ્પમાં લગાડી શકો છો. ડુંગળીનો રસ સ્કેલ્પમાં થયેલા ડેન્ડ્રફને અને ફંગસને સાફ કરે છે. તેના માટે ડુંગળીને બ્લેન્ડરમાં પીસી લો. તૈયાર કરેલી પેસ્ટને કપડાં વડે ગાડી અને તેનો રસ કાઢી લો. આ રસને વાળના મૂડમાં લગાડો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news