ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી, આજે ગર્ભગૃહમાં સ્થાપિત થશે

રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસર પહોંચી ગઈ છે. ગુરુવારે એટલે કે આજે આ મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાતે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી.

ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી, આજે ગર્ભગૃહમાં સ્થાપિત થશે

રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસર પહોંચી ગઈ છે. ગુરુવારે એટલે કે આજે આ મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાતે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા તેમનું આસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચુ છે. જેને મકરાના પથ્થરથી બનાવવામાં આવ્યું છે. 

આ અગાઉ રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક મૂર્તિનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. આ મૂર્તિને અહીં ફૂલોથી સજાવવામાં આવેલી એક પાલખીમાં લઈ જવાઈ હતી. 

A special puja was held in the sanctum sanctorum before the idol was brought inside with the help of a crane. (17.01)

(Video Source: Sharad Sharma, media in-charge… pic.twitter.com/nEpCZcpMHD

— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 18, 2024

મંગળવારે રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરું થઈ ગયું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહ હશે. અહીં પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જો કે મંદિરના ફર્સ્ટ ફ્લોરમાં હજુ થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર હશે. મંદિરનો બીજો ફ્લોર અનુષ્ઠાન માટે છે. અહીં અલગ અલગ પ્રકારના યજ્ઞ અને અનુષ્ઠાન હશે. તેમણે જણાવ્યું કે 22 જાન્યુઆરીએ બપોરે લગભગ 12.30 વાગે મુહૂર્ત હશે. તે પહેલા પૂજા વિધિ શરૂ કરી દેવાઈ છે. 

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને આમંત્રણ અપાઈ ચૂક્યા છે. આવામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં દેશભરથી સામાન્ય માણસોથી લઈને મોટી હસ્તીઓ પણ હાજર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news