ફટકડીનો ઉપયોગ કરી દુર કરી શકો છો શરીરના અણગમતા વાળ, આ રીતે કરવો ઉપયોગ

How To Remove Unwanted Body Hair: ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ સમયાંતરે વેક્સ અને થ્રેડિંગ પણ કરાવતી હોય છે પરંતુ વાળ કાઢવાની આ રીતથી તકલીફ વધારે થાય છે. ત્યારે આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની તકલીફ વિના તમે શરીરના અણગમતા વાળને દૂર કરી શકો છો. 
 

ફટકડીનો ઉપયોગ કરી દુર કરી શકો છો શરીરના અણગમતા વાળ, આ રીતે કરવો ઉપયોગ

How To Remove Unwanted Body Hair: આજના સમયમાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેને સુંદર દેખાવું પસંદ હોય. ખાસ કરીને મહિલાઓ પોતાની સુંદરતાને જાળવી રાખવા અને વધારવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. પરંતુ ચહેરા પર અને શરીર પર આવતા અણગમતા વાળ આ સુંદરતાને ઝાંખી પાડે છે. ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ સમયાંતરે વેક્સ અને થ્રેડિંગ પણ કરાવતી હોય છે પરંતુ વાળ કાઢવાની આ રીતથી તકલીફ વધારે થાય છે. ત્યારે આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની તકલીફ વિના તમે શરીરના અણગમતા વાળને દૂર કરી શકો છો. શરીરના અણગમતા વાળને કોઈ પણ પ્રકારની તકલીફ અને આડઅસર વિના દૂર કરવાનું કામ ફટકડી કરી શકે છે. ફટકડીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે અળગમતા વાળને દૂર કરી શકો છો. 

આ પણ વાંચો:

આ રીતે કરો ફટકડીનો ઉપયોગ

અળગમતા વાળને દૂર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ગુલાબજળ, હળદર અને લીંબુ મિક્સ કરો. હવે તેમાં ફટકડી નો પાવડર સારી રીતે મિક્સ કરો અને જાડી પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી આ પેસ્ટને જ્યાંથી વાળ દૂર કરવાના હોય ત્યાં લગાડો. 30 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાડી રાખો અને તે સુકાઈ જાય પછી મસાજ કરતા કરતા પેસ્ટ અને સાફ કરો. આ વસ્તુનો ઉપયોગ કરશો એટલે ધીરે ધીરે વાળના મૂળ નબળા થવા લાગશે અને તે મૂળમાંથી નીકળી જશે. 

જોકે ફટકડી નો ઉપયોગ ત્વચા પર કરતા પહેલા એક પેજ ટેસ્ટ કરી લેવો. એટલે કે શરીરના કોઈ એક ભાગમાં ફટકડીની પેસ્ટ લગાડીને જોઈ લેવું કે આ પેસ્ટ તમારી ત્વચાને સૂટ કરે છે કે નહીં. જો કોઈ તકલીફ ન પડે તો જ તેનો ઉપયોગ નિયમિત કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news