વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ ટ્રીક્સ અજમાવશો તો કપડામાંથી નીકળી જશે બધા જ ડાઘ

How To Remove Stains From Clothes: ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે કેટલાક ડાઘવાળા કપડા વોશિંગ મશીનમાં સાફ થતા નથી. તો વળી કેટલીક ફરિયાદ એવી હોય છે કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી તે ઝાંખા થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે કપડાં ધોતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે છે.

વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ ટ્રીક્સ અજમાવશો તો કપડામાંથી નીકળી જશે બધા જ ડાઘ

How To Remove Stains From Clothes: આજના સમયમાં મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીન નો જ ઉપયોગ કરે છે. વોશિંગ મશીનમાં કપડાં ઝડપથી ધોવાઈ જાય છે અને સમયની બચત થાય છે. તેમાં મહિલાઓને શારીરિક શ્રમ પણ કરવો પડતો નથી. એક વખત કપડાં મશીનમાં નાખો એટલે સુકાઈને બહાર નીકળે. પરંતુ ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે કેટલાક ડાઘવાળા કપડા વોશિંગ મશીનમાં સાફ થતા નથી. તો વળી કેટલીક ફરિયાદ એવી હોય છે કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી તે ઝાંખા થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે કપડાં ધોતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે છે. જો તમે આ છ બાબતોનું ધ્યાન રાખીને મશીનમાં કપડાં ધોશો તો વોશિંગ મશીનમાં પણ કપડા સારી રીતે ધોવાશે.

આ પણ વાંચો:

1. ઘણી વખત કપડાને ચમકાવી દેવા માટે વોશિંગ મશીનમાં લોકો વધારે પાવડર નાખી દેતા હોય છે. જેના કારણે કપડાં ધોવાયા પછી પણ તેમાં પાવડર રહી જાય છે અને કપડાં ઝાંખા લાગે છે. આવી ભૂલ ક્યારેય ન કરવી. તેનાથી કપડા અને મશીન બંને ખરાબ થશે તેથી પાવડર હંમેશા કપડાં કેટલા છે તેને અનુસાર નાખવો જોઈએ.

2. વોશિંગ મશીનમાં પાવડર નાખી તેની ઉપર બધા જ કપડાં ભરી દેવાનું પણ ટાળવું જોઈએ. તેને બદલે મશીનમાં પહેલા પાવડર અને પાણી નાખી મશીન ને થોડી મિનિટ ચલાવો જેથી પાવડર પાણીમાં બરાબર રીતે મિક્સ થઈ જાય અને પછી તેમાં કપડાં ધોવા માટે નાખો.

3. જો કપડામાં ડાઘા પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે લીંબુ અને બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બેકિંગ સોડામાં લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ડાઘવાળા કપડા પર લગાડી થોડી વાર રાખો. ત્યાર પછી તેને મશીનમાં ધોવા નાખશો તો કપડામાંથી ડાઘ નીકળી જશે.

4. ઘણી વખત કપડાં મશીનમાં ધોવાય પછી તેમાં ખૂબ જ કરચલીઓ પડી જાય છે. આવું ન થવા દેવું હોય તો વોશિંગ મશીનમાં કપડાં ડ્રાયરમાં નાખો ત્યારે તેમાં આઈસ ક્યુબ મિક્સ કરી દો તેનાથી કપડાં સોફ્ટ રહેશે. 

5. કપડામાં જમીલી ગંદકીને દૂર કરવા માટે નેલ ફાઇલની મદદ લઈ શકાય છે. કપડામાં જ્યાં પણ ગંદકી ચોંટી હોય તે જગ્યા પર નેલ ફાઈલ થી રબ કરવું. ત્યાર પછી તેને ધોવા નાખશો તો સરળતાથી કપડાં સાફ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news