Long Lasting Perfume: પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ

How to make perfume long lasting: ઘણા લોકોને એવી સમસ્યા થાય છે કે સારામાં સારું પરફ્યુમ યુઝ કર્યા છતાં પણ થોડી કલાકમાં તેની સુગંધ કપડામાંથી જતી રહે છે. તો આજે તમને જણાવીએ પરફ્યુમનો ઉપયોગ કરવાની સાચી રીત. જો આ રીતે પરફ્યુમનો ઉપયોગ કરશો તો આખો દિવસ સુગંધ જળવાઈ રહેશે

Long Lasting Perfume: પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ

How to make perfume long lasting: ઉનાળાની શરૂઆત થાય એટલે પરફ્યુમનો ઉપયોગ પણ વધી જાય. ઘરની બહાર નીકળવાનું થાય એટલે લોકો કપડા પરફ્યુમ છાંટતા હોય છે જેથી તેઓ પરસેવાની સ્મેલ અને બોડી ઓડરથી બચી શકે. જોકે ઘણા લોકોને એવી સમસ્યા થાય છે કે સારામાં સારું પરફ્યુમ યુઝ કર્યા છતાં પણ થોડી કલાકમાં તેની સુગંધ કપડામાંથી જતી રહે છે. 

કોઈપણ પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવે પરંતુ તેની સુગંધ લાંબો સમય ટકતી નથી. અને ઘણા લોકો પાસેથી પસાર થવાનું થાય તો પણ તેના પરફ્યુમની સુગંધ મન મોહી લેતી હોય છે. આવું જો તમારી સાથે પણ થતું હોય તો આજે તમને જણાવીએ પરફ્યુમ નો ઉપયોગ કરવાની સાચી રીત. જો આ રીતે પરફ્યુમ નો ઉપયોગ કરશો તો આખો દિવસ સુગંધ જળવાઈ રહેશે. 

બાથરૂમમાં પરફ્યુમ યુઝ ન કરો 

બાથરૂમમાં પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સાથે જ પરફ્યુમ કે ડીઓની બોટલને બાથરૂમમાં સ્ટોર કરવાનું પણ ટાળો. ઘણા લોકો બાથરૂમમાં જ પરફ્યુમ રાખતા હોય છે જેથી નહાઈને તુરંત જ તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ બાથરૂમના ભેજવાળા વાતાવરણમાં પર્ફ્યુમની સુગંધ વીક થઈ જાય છે અને પછી 1 થી 2 કલાક પણ આ પરફ્યુમની સુગંધ ટકી શકતી નથી. 

વેસેલિનનો ઉપયોગ 

જો તમારે પરફ્યુમની સુગંધને કલાકો સુધી જાળવી રાખવી હોય તો વેસેલિનનો ઉપયોગ કરવાનું રાખો. સૌથી પહેલા પોતાના પલ્સ પોઇન્ટ પર થોડું થોડું વેસેલિન લગાડો. ત્યાર પછી તેના પર પર્ફ્યુમ લગાડો. આમ કરવાથી સુગંધ લાંબો સમય રહેશે. 

મોસ્ચ્યુરાઇઝર 

પરફ્યુમ લગાડતા પહેલા જો તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો છો તો તેનાથી પણ પરફ્યુમની સ્મેલ લાંબો સમય ટકી રહે છે. મોસ્ચ્યુરાઇઝર  લગાડ્યા પછી પર્ફ્યુમ લગાડવાથી સુગંધ પણ સારી આવશે અને તમને રિફ્રેશિંગ અનુભવ થશે.

પર્ફ્યુમ લગાડ્યા પછી ન કરો આ કામ 

ઘણા લોકો શરીરના પલ્સ પોઇન્ટ પર પર્ફ્યુમ લગાડીને તેને ઘસે છે. આવી ભૂલ કરવાથી પર્ફ્યુમની સુગંધ ટકતી નથી. પર્ફ્યુમ લગાડ્યા પછી તેને કુદરતી રીતે જ એબ્સોર્બ થવા દો. જો તમે પરફ્યુમ લગાડ્યા પછી તેને ઘસો છો તો તેના પાર્ટીકલ્સ તૂટી જાય છે અને સુગંધ પણ ઉડી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news