Microwave: રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુઓને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકો

Cooking Tips: માઈક્રોવેવ કુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. પરંતુ આ વસ્તુને વાપરતી વખતે ખાસ તકેદારી રાખવી પડે છે. માઈક્રોવેવમાં કઈ વસ્તુ પકાવવી અને કઈ વસ્તુ નહીં તે વાતની ખબર હોવી જોઈએ. નહીં તો માઈક્રોવેવમાં બ્લાસ્ટ થતા વાર નથી લાગતી.

Microwave: રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુઓને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકો

Cooking Tips: માઇક્રોવેવ મોડર્ન કિચન માટે એક જરૂરી ઉપકરણ બની ગયું છે. માઇક્રોવેવ ભોજન બનાવવાની પ્રક્રિયાને ઝડપી અને સુવિધાજનક બનાવે છે. તેથી મોટાભાગના ઘરના રસોડામાં તમને માઈક્રોવેવ જોવા મળશે. માઇક્રોવેવની કેટલીક ખાસિયતો પણ છે. પરંતુ આ ઉપકરણમાં કયા ખાદ્ય પદાર્થ પકાવવા તે જાણવું જરૂરી છે. મોટા ઘરના લોકો આ વાત વિશે જાણતા નથી અને પછી પોતાના જીવનને જોખમમાં મૂકી દે છે. 

જે લોકો માઇક્રોવેવમાં કૂકિંગ કરે છે તેમના માટે આ મહત્વની જાણકારી છે. આજે તમને જણાવીએ તો જ એવી વસ્તુઓ વિશે જેને ભૂલથી પણ માઈક્રોવેવમાં મૂકવી નહીં. આ 5 વસ્તુઓને માઇક્રોવેવમાં પકાવશો તો તેમાં ભડકો થશે તે નક્કી છે. એટલે કે આ વસ્તુઓને માઇક્રોવેવ માં પકાવવાથી આગ લાગી શકે છે. આ વસ્તુઓને માઇક્રોવેવમાં પકાવવી જોખમી છે. 

ઈંડા 

આખા ઈંડાને સંપૂર્ણ રીતે માઈક્રોવેવમાં કુક ન કરવા. જ્યારે ઈંડા માઇક્રોવેવમાં ગરમ થાય છે તો તેની અંદર પાણી ઝડપથી બાષ્પીત થાય છે. જેના કારણે ઈંડુ ફાટી પણ શકે છે. 

ચિકન અને માંસ 

માઇક્રોવેવમાં ચિકન અને માંસ પકાવવું પણ યોગ્ય નથી. તેનું કારણ છે કે માઈક્રોવેવમાં તેને પકાવવાથી ઉપરનો ભાગ ડ્રાય થઈ જાય છે અને અંદરથી તે બરાબર પાકતું નથી. જેના કારણે તેની અંદરના બેક્ટેરિયા મળતા નથી અને તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. 

દ્રાક્ષ 

દ્રાક્ષને પણ માઇક્રોવેવ માં મૂકવી નહીં. માઇક્રોવેવમાં દ્રાક્ષ રાખવાથી તેનું પાણી ઝડપથી બાષ્પિત થાય છે અને તેમાં વિસ્ફોટ થવા લાગે છે. 

પોપકોર્ન 

પોપકોને માઇક્રોવેવમાં પકાવતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. જો વધારે સમય સુધી અને વધારે તાપમાનમાં પોપકોર્નને માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે તો માઇક્રોવેવ ફાટી પણ શકે છે. 

લાલ મરચું 

લાલ મરચાંને ક્યારેય માઇક્રોવેવમાં કુક કરવા નહીં. લાલ મરચાને માઇક્રોવેવ માં કુક કરવાથી આગ લાગી શકે છે. સાથે જ તમે જ્યારે માઇક્રોવેવનો દરવાજો ખોલશો તો તેની તીવ્ર તીખી સુગંધ નાક અને આંખમાં પરેશાની કરી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news