Til Ladoo Recipe: આ માપ અને રીતથી ઘરે બનાવશો તલના લાડુ તો બનશે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ

Til Ladoo Recipe: મકર સંક્રાંતિ પર તલ ખાવાનું વિશેષ મહત્વ પણ હોય છે. તેથી જ મકર સંક્રાંતિ પર તલના લાડુ ઘરેઘરમાં બને છે. જોકે ઘણા લોકો તલના લાડુ બનાવે તો તે ખૂબ કડક થઈ જતા હોય છે. તો આજે આ સમસ્યાનું સમાધાન તમને જણાવી દઈએ. આ માપ અને રીતથી તમે તલના લાડુ બનાવશો તો એકદમ ક્રિસ્પી તલના લાડુ બની જશે. 

Til Ladoo Recipe: આ માપ અને રીતથી ઘરે બનાવશો તલના લાડુ તો બનશે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ

Til Ladoo Recipe: મકર સંક્રાંતિ આવે એટલે ઘરમાં સ્વાદિષ્ટ મીઠાઈ પણ બનવા લાગે જેમાં સૌથી મુખ્ય હોય છે તલના લાડુ. દરેક ઘરમાં મકર સંક્રાંતિ પર તલના લાડુ અચૂક બને છે. તલ અને ગોળ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આ બંને વસ્તુ શરીરને ગરમી આપે છે. મકર સંક્રાંતિ પર તલ ખાવાનું વિશેષ મહત્વ પણ હોય છે. તેથી જ મકર સંક્રાંતિ પર તલના લાડુ ઘરેઘરમાં બને છે. જોકે ઘણા લોકો તલના લાડુ બનાવે તો તે ખૂબ કડક થઈ જતા હોય છે. તો આજે આ સમસ્યાનું સમાધાન તમને જણાવી દઈએ. આજે તમને જણાવીએ કે કેવી રીતે ઘરે એકદમ ક્રિસ્પી તલના લાડુ બનાવી શકાય છે. 

તલના લાડુ બનાવવાની સામગ્રી

સફેદ તલ એક કપ
ગોળના ટુકડા એક કપ
નાળિયેરનું ખમણ 1/4 કપ
એલચી પાવડર ચપટી
ઘી એક ચમચી

લાડુ બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં ધીમા તાપે તલને શેકી લો. જ્યારે તલ શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે તો તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો. ત્યાર પછી ફરીથી તે વાસણમાં ગોળ ઉમેરી ધીમા તાપે તેને ઓગાળો. ગોળ સારી રીતે ઓગળી જાય તો તેમાં તલ, નાળિયેર, એલચી પાવડર ઉમેરી સારી રીતે હલાવો. આ મિશ્રણને બે થી ત્રણ મિનિટ પકાવો અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. મિશ્રણ જ્યારે હુંફાળું ઠંડું હોય ત્યારે તેમાંથી નાના નાના લાડુ બનાવી લો. આ લાડુને એરટાઈટ કન્ટેનરમાં બેથી ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

આ માપ અને રીતથી તમે તલના લાડુ બનાવશો તો એકદમ ક્રિસ્પી તલના લાડુ બની જશે. તેમ છતાં જો તલના લાડુનું મિશ્રણ ડ્રાય થઈ જાય અને લાડુ ન બની શકતા હોય તો તેમાં થોડું દૂધ ઉમેરી દો. અને જો લાડુનું મિશ્રણ ચીકણું થઈ જાય તો તેને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news