સ્કીનને Detox કરે છે આ Drinks, પીવાનું શરુ કરવાની સાથે ચહેરા પર દેખાશે રંગત
Detox Drink For Skin: જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે તો તેનાથી પેટ અને સ્કીન બંને પર અસર થાય છે. તેવામાં આજે તમને એવા ડીટોક્સ ડ્રીંક વિશે જણાવીએ જેનું સેવન ઉનાળા દરમિયાન તમે રોજ કરશો તો તમારી સ્કીન હેલ્ધી રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
Trending Photos
Detox Drink For Skin: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીના કારણે ત્વચા ઉપર સૌથી વધુ અસર પડે છે. સાથે જ આ સમય દરમિયાન પેટ સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે તો તેનાથી પેટ અને સ્કીન બંને પર અસર થાય છે. તેવામાં આજે તમને એવા ડીટોક્સ ડ્રીંક વિશે જણાવીએ જેનું સેવન ઉનાળા દરમિયાન તમે રોજ કરશો તો તમારી સ્કીન હેલ્ધી રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
આ પણ વાંચો:
દૂધીનું જ્યુસ
દુધીનો જ્યુસ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ગરમીના દિવસોમાં દૂધીનું જ્યુસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં ફાઇબર, ઝિંક, વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને પીવાથી સ્કીન ડિટોક્ષ થાય છે અને ત્વચાની રંગત વધે છે.
લીંબુની ચા
ગરમીમાં લીંબુની ચા પીવાથી પણ શરીરને ફાયદો થાય છે. તેનાથી ત્વચાનો રંગ ખીલે છે અને પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે તેથી સ્કિન સરળતાથી ડીટોક્સ થાય છે અને ત્વચાનો ગ્લો વધે છે.
નાળિયેર પાણી
ઉનાળા દરમિયાન નિયમિત રીતે એક નાળિયેરનું પાણી પીવાથી પણ ત્વચાને ખૂબ જ લાભ થાય છે. નાળિયેર પાણી પીવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને ઘણી બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે