સવાર-સવારમાં એક નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, સુધારી દો આ ટેવ
એસિડિટીની બીમારી આચર કુચર ખાવાથી થતી હોય છે. આ વાત પર ધ્યાન આપો કે તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને.
Trending Photos
ભારતમાં કેટલાક લોકો એસિડિટી અને ગેસ પ્રોબ્લેમથી પીડાય છે. જેના કારણે સામાન્ય દિવસની ગતિવિધીઓમાં પણ તકલીફ સામે આવે છે. આજકલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સના કારણે આ થવું સામાન્ય છે. જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે જે આપણી હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું કારણ બને છે.
સાંજે અને સવારે ન કરો આવી ભૂલ
જો તમે ચાના શૌકીન છો અને સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા ઉદભવે છે. કદાચ તમે આ વાતને ન જાણતા હોવ કે ખાલી પેટે ચા પીવી બાઈલ જૂસ પર નેગેટિવ અસર કરે છે. જેનાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે.
આ ચીજવસ્તુઓથી પણ રહો દૂર
માત્ર ચા જ નહીં પણ કેટલી એવી ફૂડ આઈટમ છે જેનું સેવન સવારના સમયે ખાલી પેટે ન કરવું જોઈએ. જેમાં, મસાલેદાર વસ્તુઓ, હોટ કોફી, વધુ તેલવાળુ ભોજન, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓથી દૂરી બનાવવી જોઈએ.
એસિડિટીથી બચવા સવારે શું કરવું જોઈએ
- જો વગર ચાએ સવારમાં તમને ચાલે એમ નહીં હોય તો ચામાં આદુ નાખી પી શકાય. આનાથી એસિડિટીની સંભાવના ઓછી થશે.
- સવારે-સાંજે નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, આનાથી પેટમાં ગેસ નહીં બને અને પાંચન તંત્ર પણ ઠીક રહેશે.
- સવારના સમયે બોયલડ ઈંડા ખાવાથી પેટને લાગતી તકલીફો પણ દૂર થશે.
- લીલા શાકભાજી પણ તમારી હેલ્થ માટે સારી હોય છે. એટલે સવારે પણ તમે લીલા શાકભાજી ખાઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે