વિશ્વની આઠમી અજાયબી છે આ છોડનો દાણો, સોનુ તોલવામાં ઉપયોગમાં લેવાય છે, તેનુ માપ એટલે મશીન પણ પાછળ પડે

what is ratti : રત્તીનો છોડના દાણા દેખાવમાં આકર્ષક હોય છે, પણ આ છોડ બહુ કામનો છે... રત્તીનો ઉપયોગ સોનાને માપવામાં થાય છે... તો ક્યારેક આ ઝોડ ઝેરી ગણાય છે તો ક્યારેક ગુણકારી 

વિશ્વની આઠમી અજાયબી છે આ છોડનો દાણો, સોનુ તોલવામાં ઉપયોગમાં લેવાય છે, તેનુ માપ એટલે મશીન પણ પાછળ પડે

Ratti in Measurement : રત્તીભર શરમ નહિ આતી... હિન્દીમાં આ કહેવતનો વારંવાર પ્રયોગ થાય છે. આવુ તમે અનેકોના મોઢે સાંભળ્યુ હશે. પરંતુ ક્યારેય વિચાર્યુ છે કે, તેનો મતલબ શુ થાય છે. આખરે આ રત્તી શું છે, અને તેનો મતલબ શું છે. તમને પણ જાણીને હેરાની થશે કે રત્તી એક પ્લાન્ટનું નામ છે. તે છોડ પર ઉગે છે. તે દાણા જેવુ હોય છે, અને ઉપયોગ વજન કરવામાં થાય છે. એક સમયે સોનું માપવા માટે રત્તીના દાણાનો ઉપયોગ કરાતો હતો. તેનુ કારણ છે તેની એકસરખી સાઈઝ. આ છોડ એક અજાયબ જેવો છે. કારણ કે, તે દુનિયામાં ગમે તે જગ્યાએ ઉગે તેના દાણાની સાઈઝ એકસરખી જ હોય છે.  

રત્તી કોઈ શબ્દ નહિ, પરંતું એક છોડ છે. તેને ગુંજાના નામથી પણ ઓળખવામા આવે છે. તેના દાણા કાળા અને લાલ રંગના હોય છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ પહાડો પર મળી આવે છે. ઉત્તરાખંજના ગ્રામીણ વિસ્તારોમાં તેન આખી પણ કહેવાય છે. તેના વટાણા જેવી છાલમાં દાણા હોય છે.  

વસ્તુ માપવા માટે રત્તીનો ઉપયોગ થાય છે
પહેલાના જમાનામાં ચીજવસ્તુઓ માપવાનું કોઈ સાધન ન હતું. ખાસ કરીને સોના ચાંદીની ગણતરી કરવાની હોય ત્યારે વેપારીઓ મૂંઝવાતા હતા. તેથી તેનુ એક સોલ્યુશન શોધી કઢાયુ. આ સોલ્યુશન હતું રત્તી. રત્તીનો ઉપયોગ સોના જેવી કિંમતી ધાતુને માપવામાં કરવામાં આવતો હતો. આજના સમયની વાત કરીએ તો, આજના આધુનિક મશીનો કરતા પણ રત્તીની વિશ્વસનીયતા વધુ સારી ગણાય છે.

10 વર્ષ બાદ પણ તેનુ વજન એટલુ જ રહે છે 
રત્તીના બીજ જોવામાં જેટલા આકર્ષક છે તેટલા જ તેના રહસ્યો ઉંડા છે. તમને જાણીને આંચકો લાગશે કે, આ પ્લાન્ટ ભલે ગમે તેટલો મોટો-નાનો હોય, પંરતુ તેમાં રહેલા લાલ બીજનું વજન હંમેશા એક જેવુ જ હોય છે. તેને કુદરતની કરામત કહી શકાય છે કે, હજારો કિલોમીટર એકબીજાથી દૂર ઉગતા રત્તીના બીજનું વજન 1 મિલીગ્રામ જ હોય છે, જરા પણ આઘુપાછું નહિ. રત્તીના બીજ 10 વર્ષ સાચવીને તેને ખોલીને જોશો તો ત્યારે પણ તેનું વજન એટલુ જ રહેશે. તેથી જ તે વજન માપવા માટે વિશ્વસનીય માપદંડ ગણાય છે. 

અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માઈચોંગ વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી
  
રત્તીનું વજન કેટલુ હોય
રત્તીના વજનની વાત કરીએ તો એક દાણાનું વજન 121.48 મિલીગ્રામ હોય છે.  4 રત્તી 486 મિલીગ્રામ અને 8 રત્તી 972 મિલીગ્રામ હોય છે. તેથી તેને 1 ગ્રામ માની શકાય છે. અંગ્રેજીમાં તેને Rosary Pea કહેવાય છે. તેનુ વૈજ્ઞાનિક નામ Abrus precatorius છે. 

આ પ્લાન્ટ જેટલો આકર્ષક છે, તેટલો જ ખતરનાક પણ છે. તેના વિશે કહેવાય છે કે, તે કોઈ ઝેરીલા સાપથી ઓછો નથી. લોકો એમ પણ કહે છે કે, તેનું ઝેર શરીરમાં જતુ રહ્યુ તો તે માણસને પચાવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તેનુ સેવ કરવાથી શરીરમાં પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે. કોશિકા સૂકાઈ જાય છે. ધીરે ધીરે વ્ય્કતિની મોત થાય છે. તેના બીજથી લઈને પાંદડા, ડાળી અને મૂળ પણ ખતરનાક ગણાય છે. પંરતુ એવુ નથી કે તેના સ્પર્શથી મોત થાય છે. આ દાણાનો ઉપયોગ દવા માટે પણ થાય છે. તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news