પેટની ચરબી દૂર કરી દેશે પપૈયુ, આ રીતે કરશો સેવન તો નહીં પડે જિમ જવાની જરૂર
Papaya For Weight Loss: મોટાપો ઘટાડવા માટે પપૈયુ સૌથી સારૂ ફળ માનવામાં આવે છે. ભરપૂર ફાઈબર અને લો કેલેરી હોવાને કારણે પપૈયુ વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારે નાસ્તામાં કે પછી આ રીતે પપૈયાનું સેવન કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ જિમ કે એક્સરસાઇઝથી જેટલી ઝડપથી મોટાપો ઓછો થાય છે એટલી ડાઇટ પણ અસર દેખાડે છે. ખાવામાં પપૈયા સામેલ કરવાથી વજન ઝડપથી ઘટે છે. પપૈયામાં એવા ઘણા પોષક તત્વો છે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પપૈયામાં ફાઇબરની માત્રા વદુ અને કેલેરીની માત્રા ઓછી હોય છે, જેનાથી જમા ચરબી અને વજન ઘટે છે. જે લોકોને મોટા પેટની સમસ્યા છે તેણે દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. ઘણા કલાકોની જિમની કેટલી અસર દેખાડે છે, ડાઇટિંગમાં પપૈયું એટલી અસર દેખાડે છે. વજન ઘટાડવા માટે ફળમાં પપૈયાનો કોઈ તોડ નથી. તેને વેટ લોસનું સૌથી સારૂ ફળ માનવામાં આવે છે. પરંતુ પપૈયાનું સેવન સારી રીતે અને યોગ્ય સમયે કરવું જોઈએ.
નાસ્તામાં પપૈયા સામેલ કરોઃ મોટાપો ઘટાડવા માટે દરરોજ પોતાના નાસ્તામાં પપૈયું સામેલ કરવું જોઈએ. તેનાથી શરીરને ભરપૂર એનર્જી મળશે અને ધીમે-ધીમે એક્સ્ટ્રા ચરબી ઘટી જશે. સવારે બ્રેકફાસ્ટમાં પપૈયાને સ્લાઇડમાં કટ કરી ખાવો. સ્વાદ વધારવા માટે પપૈયા પર કાળુ નમક, ચાટ મસાલો અને કાળું મરચું નાખી ખાઈ શકે છે.
પપૈયાનું જ્યુસ પીવોઃ વજન ઘટાડવા માટે ડાઇટમાં પપૈયાનું જ્યુસ સામેલ કરો. પપૈયાનું જ્યુસ પીવાથી શરીરમાં જમા ફેટ ઓછો થાય છે. પપૈયામાં રહેલા પોષક તત્વ શરીરની ચરબી ઘટાડી ફિટનેસને સારૂ બનાવવાનું કામ કરે છે. પાચન તંત્રને ઠીક કરવા માટે પપૈયું જરૂર ખાવું જોઈએ.
દૂધ અને પપૈયુંઃ નાસ્તામાં કેટલુંક હેવી ખાવું છે તો દૂધ અને પપૈયુ ફાયદાકારક થઈ શકે છે. તેના માટે દૂધ અને પપૈયાને મિક્સીમાં નાખી મિક્સ કરો. તેમાં કેટલાક ડ્રાઈ ફ્રૂટ્સ અને નટ્સને પણ સામેલ કરો. આ રીતે તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. પપૈયાને દૂધની સાથે ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી.
પપૈયુ અને દહીંઃ વજન ઘટાડવા માટે દહીં અને પપૈયુ પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખાવામાં ટેસ્ટી લાગે છે. જેનાથી મોટાપો પણ ઘટે છે. પપૈયાને દહીંની સાથે ખાવાથી વજન ઘટે છે. એક બાઉલમાં દહીં, પપૈયા અને ડ્રાઈ ફ્રૂટ્સ મિક્સ કરી લો. તેનાથી તમારૂ પેટ ભરાઈ જશે અને ઝડપથી વજન ઘટી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે