Monsoon Travel: અહીં પાણીને અસર નથી કરતું ગરુત્વાકર્ષણ, ઝરણાંનું પાણી નીચે પડવાને બદલે આવે છે ઉપર, જોવા મળે છે અદ્ભુત નજારો
Reverse Waterfall: ભારત એવો દેશ છે જ્યાં દરેક ઋતુમાં ફરી શકાય તેવી અઢળક જગ્યાઓ છે. ભારતીયો પણ ફરવાના શોખીન હોય છે તેથી જ્યારે પણ રજા પડે ત્યારે ફરવા નીકળી પડે છે. હાલ દેશભરમાં ચોમાસુ જામતું જાય છે ત્યારે તમને ચોમાસામાં ફરવા જેવી એક અદભુત જગ્યા વિશે જણાવીએ. આ જગ્યાએ એક વખત તમે ચોમાસા દરમિયાન ફરવા આવશો તો તમે અહીંની સુંદરતા જોઈને અભિભૂત થઈ જશો. દુનિયામાં ગમે તેટલું ફરી લો પણ આવું દ્રશ્ય ભારતની આ જગ્યા સિવાય ક્યાંય જોવા નહીં મળે.
Trending Photos
Reverse Waterfall: ભારત એવો દેશ છે જ્યાં દરેક ઋતુમાં ફરી શકાય તેવી અઢળક જગ્યાઓ છે. એટલા માટે જ ભારતમાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશથી લોકો ફરવા આવે છે કારણ કે અહીં દરેક સિઝનમાં ફરી શકાય અને કુદરત થી સૌંદર્યને માણી શકાય તેવી અલગ અલગ જગ્યાઓ છે. ભારતીયો પણ ફરવાના શોખીન હોય છે તેથી જ્યારે પણ રજા પડે ત્યારે ફરવા નીકળી પડે છે. હાલ દેશભરમાં ચોમાસુ જામતું જાય છે ત્યારે તમને ચોમાસામાં ફરવા જેવી એક અદભુત જગ્યા વિશે જણાવીએ. આ જગ્યાએ એક વખત તમે ચોમાસા દરમિયાન ફરવા આવશો તો તમે અહીંની સુંદરતા જોઈને અભિભૂત થઈ જશો. અહીં અતિ દુર્લભ અને અદભુત નજારો જોવા મળશે. આ જગ્યા મહારાષ્ટ્રમાં આવેલી છે. આ જગ્યાને નાને ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ચોમાસા દરમિયાન દૂર દૂરથી લોકો ફરવા આવે છે. આ જગ્યા ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે અને અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે
આ પણ વાંચો:
મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વત શૃંખલા વચ્ચે નાને ઘાટ આવેલું છે. આ જગ્યા સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. જોકે પ્રવાસીઓ માટે અહીં આવેલો રિવર્સ વોટરફોલ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઝરણાનું નામ વોટરફોલ એટલા માટે છે કે અહીં પાણી નીચે પડવાને બદલે ઉપર આવતું જોવા મળે છે. અહીં જે પણ પ્રવાસી ફરવા આવે છે તે આ નજારો જોઈને અભિભૂત થઈ જાય છે કારણ કે દુનિયામાં ગમે તેટલું ફરી લો આવું દ્રશ્ય જોવા મળતું નથી.
નાને ઘાટ પર આવેલો રિવર્સ વોટરફોલ ચોમાસા દરમિયાન જ જોવા મળે છે.આ પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ચોમાસા દરમિયાન પાણી એકત્ર થાય છે અને મેદાન તરફ વહેવા લાગે છે. જોકે અદભુત નજારો જોવાનો એ હોય છે કે જ્યારે પાણી રિવર્સ વોટરફોલ પર પહોંચે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિપરીત દિશામાં વહેતું જોવા મળે છે. નજારો જોઈને એવું લાગે કે જાણે પાણી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું જ નથી.
જો તમે ચોમાસા દરમિયાન ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો મહારાષ્ટ્રની આ જગ્યા એકવાર જોવી જ જોઈએ. સપ્ટેમ્બર સુધી આ જગ્યા પર ફરવા જવાનો બેસ્ટ સમય છે. આ સમય દરમિયાન તમે અહીંની મુલાકાત લેશો તો તેની સુંદરતાને ક્યારેય ભૂલી શકશો નહીં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે