આજે આખી દુનિયામાં MOTHER'S DAYનું સેલિબ્રેશન, જાણો કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા
માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી : માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. બાળક માટે માતા અને માતા માટે તેનું બાળક ખાસ હોય છે પણ મધર્સ ડે એવો દિવસ છે જ્યારે બાળકને તેની લાગણી શેયર કરવાની તક મળે છે.
દુનિયામાં મધર્સ ડેને લોકપ્રિય બનાવવાનો શ્રેય અમેરિકાની એના એમ. જારવિસને જાય છે. તેનો જન્મ અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં થયો હતો. તેની માતા અન્ના રીસ જારવીસ 2 દાયકાઓ સુધી ચર્ચામાં સન્ડે સ્કૂલ ટીચર તરીકે કાર્યરત હતી. એના જ્યારે 12 વર્ષની હતી ત્યારે આવા જ એક ચર્ચના સેશન દરમિયાન તેની માતાએ લાગણી વ્યક્ત કરી કે એક સમય એવો હશે જ્યારે માતૃત્વના સેલિબ્રેશન માટે એક દિવસ સમર્પિત કરવામાં આવશે.
આ પછી એનાની માતાનું નિધન થઈ જતા એના અને તેના મિત્રોએ એક અભિયાન ચલાવ્યું હતું જેના પગલે મધર્સ ડે માટે નેશનલ હોલિડેની જાહેરાત થાય એ માટે લોકોએ સમર્થન આપ્યું હતું. તેમનો એવો દાવો હતો કે આ દિવસની ઉજવણીને કારણે માતા અને પરિવારના સંબંધો વધારે મજબૂત બનશે. આખરે 8 મે, 1914ના દિવસે અમેરિકન સંસનદે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે