Weight Loss: આ સફેદ દાણાની મદદથી ઝડપથી ઘટાડી શકો છો વજન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Weight Loss: જે લોકો પોતાના વજનને ઝડપથી ઘટાડવા ઈચ્છે છે તેમણે નિયમિત રીતે રામદાણા એટલે કે રાજગરાનો ઉપયોગ કરવો જોઈએ. રામદાણા એટલે કે રાજગરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજગરાનો ઉપયોગ ફરાળ દરમિયાન થતો હોય છે તેને અમરનાથ અને રામદાણા તરીકે પણ ઓળખવામાં આવે છે.
Trending Photos
Weight Loss: વર્તમાન જીવન શૈલીમાં જો એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું એક મોટી ચેલેન્જ બની જાય છે. ખાવા પીવાની આદતો અને જીવનશૈલીના કારણે વજન ઝડપથી વધે છે. જ્યારે શરીરમાં ચરબી વધી જાય છે તો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે. તેથી દરેક વ્યક્તિએ વજન વધવાની શરૂઆત થાય ત્યારથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી વજનને કંટ્રોલમાં રાખી શકાય.
જે લોકો પોતાના વજનને ઝડપથી ઘટાડવા ઈચ્છે છે તેમણે નિયમિત રીતે રામદાણા એટલે કે રાજગરાનો ઉપયોગ કરવો જોઈએ. રામદાણા એટલે કે રાજગરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજગરાનો ઉપયોગ ફરાળ દરમિયાન થતો હોય છે તેને અમરનાથ અને રામદાણા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પણ ઘણી વખત રાજગરાના લાડુ ખાતા હશે તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. આ રાજગરો બેલી ફેટ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ફરાળ દરમિયાન રાજગરાનો ઉપયોગ સૌથી વધુ થાય છે આ સિવાય રાજગરાના લાડુનો પણ ઉપયોગ થતો હોય છે. રાજગરો પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે જે વેઇટ લોસ કરવામાં પણ મદદ કરે છે.
રાજગરાની તાસીર ગરમ હોય છે અને તેનું સેવન કરવાથી શિયાળામાં શરીરને ગરમી મળે છે સાથે જ તે ગ્લુટન ફ્રી પણ હોય છે. જો તમારે વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલી ને બદલે તમે રાજગરાના લોટની રોટલી ખાઈ શકો છો તેનાથી વજનમાં ઘટાડો ઝડપથી થાય છે અને સાથે જ શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
રાજગરો ખાવાના ફાયદા
- રાજગરાનો ઉપયોગ કરવાથી શરીરને પ્રોટીન મળે છે જેના કારણે સ્નાયુ અને શરીરના વિકાસમાં મદદ મળે છે.
- રાજગરો પાચન માટે પણ સારો માનવામાં આવે છે તેનાથી કબજિયાત, ગેસ, અપચો, બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા થતી નથી.
- જે લોકો રાજગરાનું સેવન કરે છે તેમને હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા થતી નથી.
સામાન્ય રીતે તો રાજગરાનો ઉપયોગ ફરાળ દરમિયાન કરવામાં આવે છે અને તેના લાડુ ખવાય છે. પરંતુ તમે ઈચ્છો તો રાજગરાને પલાળીને પણ તેનું સેવન કરી શકો છો. તમે સલાડમાં પણ પલાળેલા રાજગરાનો ઉપયોગ કરી શકો છો. શિયાળા દરમિયાન રાજગરાનો ઉપયોગ કરવાથી વજન ઘટવાની સાથે શરીરને ઉપર દર્શાવ્યાનુસાર ફાયદા થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે